વડોદરા : દીકરી સાસરીમાં ન જતા માતાએ મકાનની છત પરથી કૂદીને આપઘાત કર્યો

0
17

વડોદરામાં દીકરી સાસરીમાં ન જતાં માતાએ પોતાના મકાનના છત ઉપરથી પડતું મુકી આપઘાત કરી લીધો છે. સાસરીમાં ખટરાગ થતાં દીકરી પિયરમાં આવી ગઇ હતી. અને પુનઃ તે સાસરીમાં જવા માંગતી ન હતી.

દીકરીને સાસરીયાઓ સાથે ઝઘડો થતાં પિયરમાં આવી ગઇ હતી

વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલી દર્શનમ પેરેડાઇઝમાં પ્રભુરામ દેવાશી તેમની પત્ની અમિતાબહેન(ઉં.45) એક પુત્રી અને પુત્ર સાથે રહે છે. પુત્રીના લગ્ન રાજસ્થાનના પાલી ખાતે કર્યાં હતા. પુત્રીને સાસરીયાઓ સાથે ખટરાગ થતાં વડોદરા આવી ગઇ હતી. અને ફરીથી તે સાસરીમાં જવા માંગતી ન હતી. બીજી બાજુ સાસરીયાઓએ એક અઠવાડીયામાં પુત્રીને મોકલી દેવા માટે મોકલી દેવા માટે ચીમકી આપી હતી.

માતાએ સમજાવવા છતાં દીકરી સાસરીમાં ન જતા માતાએ આપઘાત કર્યો

દેવાશી દંપતી દીકરીને સાસરીમાં મોકલવા માટે સમજાવી રહ્યા હતા. પરંતુ, સાસરીયાઓથી ત્રાસી ગયેલી દીકરી સાસરીમાં જવા માંગતી ન હતી. માતા અમિતાબહેને દીકરીને સાસરીમાં મોકલવા માટે મરી જવાની પણ ધમકી આપી હતી. તેમ છતાં દીકરી જવા તૈયાર ન હતી. આખરે માતા અમિતાબહેને દીકરી સાસરે ન થતાં પોતાન મકાનની છત ઉપરથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here