કરૂણતા – મોટા માથાવાળી 9 મહિનાની બાળકીને ત્યજી દઇને માતા પલાયન થઈ ગઈ

0
0
  • જેમજેમ શરીર વધે છે તેમ માથું મોટું થતું જાય છે : પરિવારજનો અવઢવમાં
માતાએ ત્યજી દીધેલી બાળકી

સીએન 24,ગુજરાત

બોડેલીકોસિન્દ્રા પાસે વાસણા વસાહત 2માં રહેતા કિરણ તડવીની નવ મહિના જેટલી બાળકી સાથે જાણે કુદરતે અન્યાય કર્યો હોય તેમ માથું મોટું ધરાવતી બાળકી એકાદ મહિનાની હશે ત્યારે જ માતા પિયરની વાટ પકડી જતી રહી હતી.

પોષણ પરિવારજનો કરી રહ્યા છે પણ તેનું માથું વધતું જાય છે
શરીર કરતા ઘણું મોટું માથું ધરાવતી બાળકીનું પોષણ પરિવારજનો કરી રહ્યા છે પણ તેનું માથું વધતું જાય છે. તેથી પરિવારજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નિર્દયી માતા પણ તેને તરછોડી ક્યાંક જતી રહી છે.ત્યારે નજીકનાં ગામ વડદલાના  આગેવાન સુભાષ વણકર આ અંગે સરકારી મદદ મળે તે માટે અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે. બાળકીને જબુગામ દવાખાને લઈ ગયા ત્યાં તબીબે અમદાવાદ લઈ જવા કહ્યું છે પણ હાલની પરિસ્થિતિને લીધે પરિવારજનો અવઢવમાં છે. હાલ ઘરે પતિ મજૂરી કરી ઘરનું ભરણપોષણ કરવા સાથે બાળકીનું પણ ધ્યાન રાખી રહ્યા છે. દાદા દાદી પણ કાળજી લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here