Thursday, April 25, 2024
Home15 ઓક્ટોબરથી ખૂલશે મલ્ટિપ્લેક્સ, SOP જાહેર : 50% સીટિંગ કેપેસિટીની પરવાનગી હશે,...
Array

15 ઓક્ટોબરથી ખૂલશે મલ્ટિપ્લેક્સ, SOP જાહેર : 50% સીટિંગ કેપેસિટીની પરવાનગી હશે, એક સીટ છોડીને બુકિંગ થશે.

- Advertisement -

કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખૂલી રહેલાં મલ્ટિપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે.

હોલની અંદર પેકેજ્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવામાં આવશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું છે કે મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે.

એન્ટ્રી કઈ રીતે મળશે ?

  • કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
  • થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું પડશે. અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે.
  • જે લોકો કોરોનાની ગાઈડલાઈન ન માને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સીટિંગ અરેન્જમેન્ટ કેવી હશે?

  • સીનેમા હોલમાં 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય.
  • એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
  • બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
  • એવી સીટ પર ટેપ લગાવવી પડશે અથવા માર્કર લગાવવી પડશે.
  • એક પછી એક વ્યક્તિ નહીં બેસી શકે.
  • ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular