મુંબઈના પરિવારને અકસ્માત નડ્યો : હળવદના સુસવાવ પાસે મુંબઈથી કચ્છ જતા પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી, ઘટનાસ્થળે 2ના મોત 2 ઘાયલ

0
0

માળીયા કચ્છ હાઈવે પર અવારનવાર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈથી કચ્છ જતા પરિવારને આજે સવારે અકસ્માત નડ્યો છે. આગળ જતાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા છે. જ્યારે બેને ઈજાઓ પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે બંનેને સુરેન્દ્રનગર રિફર કર્યા છે.

ટ્રકની બોડી ખુલ્લી હતી તેમાં પાછળમાં ભાગે કાર ઘૂસતા ઘટનાસ્થળે 2ના મોત

ખુલ્લી બોડીના ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ઘટનાસ્થળે જ 26 વર્ષીય બીત્ર બિપીન ગાલા અને 62 વર્ષીય બિપીનભાઈ ઠાકરશીભાઈ ગાલાનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. તેમજ વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની ઘટનાને પગલે 108 ઘટનાસ્થળે પહોંચી

કાર ટ્રક પાછળ ઘૂસી જતા બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. હળવદ રકારી હોસ્પિટલના ડો.કૌશાલ પટેલે બંનેને સારવાર આપીને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ‌ ખાતે વધુ સારવાર માટે ખસેડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here