ફેંકી દેવાયેલા બાયો મેડિકલ વેસ્ટ સમાન ગ્લોઝના નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ

0
10

  • ફેંકી દેવાયેલા બાયો મેડિકલ વેસ્ટ સમાન ગ્લોઝના નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ

સુરત જિલ્લા કલેક્ટર (ચૂંટણી મુખ્ય અધિકારી) ડો.ધવલ પટેલે કોરોના કાળમાં ચૂંટણી હોય તમામ મતદારોને માટે હેન્ડ ગ્લોઝની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી તેનો મુળ હેતુ કોરોના મહામારી વકરતી અટકે તે છે.

પરંતુ જે રીતે પાલિકાના આરોગ્ય તંત્રએ ઝભલા થેલી જેવી પ્રતિબંધીત 25 માઇક્રોનથી પણ પાતળી કોથળીના હેન્ડ ગ્લોઝ પધરાવી દીધાં હતાં. સાવ રદ્દી કોથળીઓ ઘણાં વોર્ડોના મતદાન મથકોમાં લોકોને ફાળવવામાં આવી હતી. પરંતુ ગંભીર બાબત એ છે કે, તંત્રએ આ હેન્ડ ગ્લોઝના વ્યવસ્થિત નિકાલની પણ વાત કરી હતી પરંતુ મતદાન મથકોમાં ઠેર ઠેર વેરવિખેર હેન્ડ ગ્લોઝ મળી આવ્યાં હતાં. લોકોએ પણ પહેરીને જ્યાં ત્યાં ગ્લોઝ ફેંકી દીધા હતાં. નિયમનો અમલ કરાવવા માટે કોઈ જણાયું ન હતું.

50 માઇક્રોન સુધીના પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં ઉપયોગ થયો

શહેરમાં 50 માઇક્રોન સુધીની પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેમ છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા કોથળી જેવી પહેરતાં જ ફાટી જાય તેવા હેન્ડ ગ્લોઝ તમામ વોર્ડોમાં ફાળવતાં વિવાદ થયો છે. આવા તદ્દન પાતળી કોથળીના હેન્ડ ગ્લોઝ પાલિકાના આરોગ્ય તંત્રએ જ ફાળવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here