સુરત : કોરોના પોઝિટિવ કેસ વધારે નોંધાતા સોસાયટીઓ ફરી બંધ કરી દેવાનું પાલિકાએ શરૂ કર્યું

0
6

સુરત. શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના વધતા કેસો પર કાબૂ મેળવવા પાલિકા દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યાં છે. સાથે જ જે સોસાયટીમાં વધારે પોઝિટિવ કેસ નોંધાય તે સોસાયટીને પણ બંધ કરી દેવામાં આવે છે.વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ પાછળ આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતાં સમગ્ર સોસાયટીને બંધ કરી દેવામાં આવી છે. જેથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જોકે, સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા સોસાયટી બંધ કરી દેવાની અગાઉ કરાયેલી જાહેરાત પ્રમાણે કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

રત્નકલાકારોને લીધે કોરોના ફેલાયો
ઈશ્વરકૃપા રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં 1થી 7 વિભાગ આવેલા છે. આ સોસાયટીમાં મોટાભાગે રત્નકલાકારો વસવાટ કરે છે. રત્નકલાકારો કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરે છે. કતારગામમાં વધેલા પોઝિટિવનો ચેપ રત્નકલાકારોને લાગતાં લક્ષ્મીનગરના દરેક વિભાગમાં પાંચથી વધુ કેસ સામે આવ્યાં છે. જેથી સમગ્ર સોસાયટીને સીલ કરી દેવામાં આવ્યાં છે. 450 ગાળાની સોસાયટીમાં દરેક મકાનમાં એકથી બે ફ્લોર છે. હાલ તમામ લોકડાઉનમાં આવી ગયાની લાગણી અનુભવે છે.

જાગૃતિ દાખવવાની જરૂર
સોસાયટીના લોકોએ કહ્યું કે, અગાઉ જાગૃતિ રાખી હોત તો આજે આ સ્થિતિ ન આવી હોત. આજે લક્ષ્મીનગરની આજુબાજુની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે. સાથે જ જીવનજરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે બે કલાક જ બહાર નીકળવા દેવામાં આવે છે.જેથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ હેરાનગતિ કરતાં કોરોના કેસની એન્ટ્રી સોસાયટીમાં ન થઈ હોત તો આજે મુક્ત રહી શક્યા હોત તેવી પણ લોકો લાગણી અનુભવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here