અમદાવાદ : એક તરફી પ્રેમમાં યુવકની હત્યા, ગળે ટૂંપો દઇ ખૂનને આત્મહત્યામાં ખપાવાનો પ્રયાસ : ચારની ધરપકડ

0
0

શહેરના ઓઢવ વિસ્તારમાં ગત 4 ડિસે.ના રોજ એક અજાણ્યા વ્યક્તિની લાશ ફાંસી ખાધેલી હાલતમાં મળી હતી. મૃતકે તાજા વાળ કપાવ્યા હતા અને ડાઇ પણ કરાવેલી હતી. જેથી પોલીસે આસપાસના વાળંદની દુકાનમાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક વાળંદે મૃતકની ઓળખ કરી હતી. ઓળખ બાદ આ મામલે પોલીસે તપાસ કરતા યુવકે આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. હાલ તો પોલીસે આ મામલે ચાર સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. હાલ તો આરોપી પૈકી એક અને મૃતક એક જ યુવતીને પ્રેમ કરતા હોવાથી તેણે હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે.

થોડા દિવસ પહેલાં ઓઢવમાં આત્મહત્યા કરેલી હાલતમાં અજાણી વ્યક્તિની લાશ મળી હતી. જેથી ઓઢવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકની હત્યા કરી હોવાનું તારણ આવ્યું હતું. પરંતુ મૃતકની ઓળખ થઇ રહી ન હતી. જો કે, મૃતકે તાજા વાળ કપાવ્યા હતા અને ડાઇ પણ કરાવી હતી. જેથી પોલીસે આસપાસની વાળંદની દુકાનમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરતા મૃતક આશારામ ઉર્ફે સિતારામ બલાઇ હોવાનું તથા તે નજીકના કારખાનામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

આટલી વિગત મળ્યા બાદ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરતા કારખાનામાં કામ કરતો આશારામ ઉર્ફે સીતારામ બલઈ એક યુવતીના પ્રેમમાં પાગલ હતો. અવારનવાર તે યુવતી સાથે મજાક અને મસ્તી પણ કરતો હતો. 4 ડિસેના દિવસે પણ તેણે યુવતીની મસ્તી કરી હતી. આ વાતની જાણ તેની સાથે કામ કરનાર નંદરામ ઉર્ફે નંદાને થઈ હતી. નંદરામ પણ આ જ યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો. આથી નંદાએ ગત ચોથી ડિસેમ્બરના રોજ વહેલી સવારે આશારામને ગળેફાંસો આપી હત્યા કરી નાખી હતી અને લાશને લટકાવીને આપઘાતમાં ખપાવવાની કોશિષ કરી હતી.

આપઘાત બાદ કારખાનાના માલિક ગોપાલ તિવારીને હત્યા મામલે જાણ ન થઈ જાય અને પોલીસ આવશે તેવા ડરે તેણે લાશને સગેવગે કરવા નંદરામે બાબુ પ્રજાપતિ અને મીટ્ટુ કિરને કહ્યું હતું. આ લોકો લાશને ફેંકી આવ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસે નંદરામ ઉર્ફે નંદા ભાગુ ગાડરી, મિટ્ટુ ભગવાનજી કીર, ગોપાલભાઇ કનૈયાલાલ ની ધરપકડ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here