અમદાવાદ : સોલા વિસ્તારમાંથી ગુમ થયેલી 7 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી

0
5

અમદાવાદ શહેરમાં મહિલાઓ બાળકીઓ સુરક્ષિત તેમજ સબસલામતના દાવાઓ પાકળ સાબિત થયા છે. થોડાક દિવસ પહેલા સોલા વિસ્તારમાં આવેલ ગોતા ગુમ થયેલી 7 વર્ષની બાળકીની લાશ મળી આવી છે.

શહેર સોલા વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાંથી ખુશી રાઠોડ નામની 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનો ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશા માં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહતી.

પોલીસ સોશ્યિલ મીડિયાનો પણ સહારો પણ લીધો હતો પણ કોઈ ભાળ મળી ન હતી. જો કે મંગળવારે સવારે ઓગણજ ટોલનાકા પાસેથી લાશ મળી આવી હતી. તો બીજી તરફ સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી.

પ્રાથમિક માહિતી મુજબ બાળકીની હત્યા તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી છે. જો કે એ વાત હજુ સ્પષ્ટ નથી કે આખરે આ બાળકીનો ભોગ કોણે લીધો.

પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે કોઇ નજીકનું વ્યક્તિ કે જે પરિચિતોમાં હોય તેણે આ હત્યાને અંજામ આપ્યો હોઇ શકે છે. જો કે પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 24 કલાકમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખશે. હાલ આ મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.