ગાંધી જયંતી : ગાંધીજીએ ખાદીવણાટ માટે બનાવેલા ચક્રનું નામ બારડોલી ચક્ર રાખ્યું હતું

0
0

સુરતઃ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી છે. ત્યારે વહેલી સવારે બારડોલી સ્વરાજ આશ્રમમાં પ્રાર્થનાસભા રાખી યાદ કરવામાં આવે છે. બારડોલી સાથે ગાંધીજીનો અનોખો નાતો છે. બારડોલી સત્યાગ્રહ સમયે બાપુ અવર નવાર આશ્રમમાં આવતા હતાં. આ સમયે સત્યાગ્રહીઓની ચિંતા કરી પગભર બનાવવા ખાદી વણાટ માટે એક “ચક્ર” ચરખો બનાવ્યો હતો. જે બારડોલીમાં બનાવ્યો હોવાથી તેનું નામ બારડોલી ચક્ર આપ્યું હતું. જ્યારે ગાંધીજી મિટિંગો ભરતા અને કામગીરી કરતા હતા એ રૂમમાં બાપુની સાધન સામગ્રી આજે પણ એ જ સ્થિતિમાં રાખવામા આવી છે.

સરદાર નિવાસમાં નીચેના રૂમમાં સરદાર પટેલ અને ઉપર ગાંધીજી રહેતા

બારડોલી સ્વરાજ આશ્રમના સંચાલક યોગિનીબેન ચૌહાણ સાથે ગાંધીજીએ બારડોલીમાં શોધ કરેલ ચરખો બારડોલી ચક્ર અંગે વાતચીત કરતાં બારડોલીના સત્યાગ્રહ સમયે ગાંધીજીની સ્વરાજ આશ્રમમાં અવર જવર રહેતી હતી. તાજેતરના સરદાર નિવાસમાં નીચેના રૂમમાં સરદાર પટેલ અને ઉપર ગાંધીજી રહેતા હતાં. ગાંધીજી પહેલાથી જ દરેકને સ્વદેશી વસ્તુ અપનાવવા માટે અનુરોધ કરતા અને ચરખા દ્વારા લોકોને પગભર બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ યરવાડા જેલમાં હતા, ત્યારે પેટી રેંટિયા પર ખાદી વણાટ કરતા હતા, તે સમયે આ ચરખાને યરવડા ચક્ર નામ આપ્યું હતું.

રોજગારી માટે બારડોલીમાં એક “ચક્ર” ચરખાની શોધ કરી

બારડોલીમાં સત્યાગ્રહને સફળતા મળ્યા બાદ ગાંધીજીએ સત્યાગ્રહીઓને પગભર બનાવવા રોજગારી માટે બારડોલીમાં એક “ચક્ર” ચરખાની શોધ કરી હતી, જેનું નામ બારડોલી ચક્ર આપ્યું હતું. જે આજે પણ સરદાર નિવાસમાં બાપુના રૂમમાં જેતે સ્થિતિમાં રાખવામાં આવ્યો છે. આજે ગાંધીજીની જન્મજંયતી પ્રસંગે સરદાર નિવાસ સ્થળે બાપુની યાદમાં પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ગાંધીજીએ ઉપયોગમાં લીધેલી સામગ્રીનો સંગ્રહ સચવાયો છે

સ્વરાજ આશ્રમમાં સરદાર નિવાસમાં ગાંધીજીના ઓરડાની રચના પણ તે સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. ગાંધીજીનો રૂમની આસપાસ ફરી શકાય તેવો કોરેડોર છે. જેથી જ્યારે પણ કોઇ ગાંધીજીના દર્શન કરવા આવે, તો તેમને ડિસ્ટર્બ કર્યા વગર ઓરડાની ચારે તરફ ફરીને દર્શન કરી શકે. અહીં ગાંધીજી ઉપયોગમાં લેતા તે ડેસ્ક, શાહીનો ખડિયો-કલમ તથા ગાદલા અને પ્યોર ખાદીના કાપડમાંથી બનાવેલા ગાદલાના કવર સાથે જેતે સ્થિતિમાં આજે પણ રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here