Tuesday, September 28, 2021
Homeનાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ડોંગરીથી એક લેડી ડોનની ધરપકડ કરી
Array

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ડોંગરીથી એક લેડી ડોનની ધરપકડ કરી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ડોંગરીથી એક લેડી ડોનની ધરપકડ કરી હતી મુંબઈમાં ડિસ્કોથેકમાંં ડ્રગ્સ સપ્લાય કરતી હતી આ મહિલા પાસેથી મેફેડ્રોન મળી આવ્યું હતું. નશીલો પદાર્થ વેચવા તે સોશિયલ મીડિયા અને અન્ય મહિલાની મદદ લેતી હતી.

એનસીબીએ ડોંગરીથી ૨૧ વર્ષીય ઈકરા કુરેશીને ઝડપી લીધી હતી. થોડા સમય અગાઉ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથીદાર ચિંકુ પઠાણની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછ દરમિયાન ઈકરાની માહિતી મળી હતી. ત્યારથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. પણ તે પોલીસને હાથતાળી આપી નાસી જતી હતી. તેણે ડ્રગ્સ વેચવા પાંચથી ૬ મહિલા રાખી હતી. તેમના માધ્યમથી મુંબઈમાં બાર અને ડિસ્કો થેકમાં નશીલો પદાર્થ વેચતી હતી. તેનો વિરોધ કરનાર કે પોલીસને માહિતી આપનારા પર ઈકરા હુમલો કરાવતી હતી. તેની સામે પોલીસમાં કેસ પણ દાખલ હતો સોશિયલ મિડિયા દ્વારા પણ ડ્રગ્સ ડીલ કરતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments