રાષ્ટ્રીય શિક્ષા નીતિ 21મી સદીના ભારતના વિકાસના પાયા તરીકે કામ કરશે : વડાપ્રધાન મોદી

0
10

શિક્ષા નીતિ અંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષા નીતિને કાગળની સાથે અમલમાં પણ લાવવામાં આવશે. લાંબા સમયથી આ અંગે મંથન કર્યા બાદ આ નીતિ અમલમાં મુકવામાં આવી છે. જ્યાં સુધારાની જરૂર હતી ત્યાં સુધારો કરવામાં આવ્યો છે. નવી શિક્ષા નીતિમાં કોઈ સાથે ભેદભાવ થશે નહીં. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 21મી સદીના ભારતના ફાઉન્ડેશન તરીકે કામ કરશે.

ડોક્ટર બનાવો, એન્જીનિયર બનાવોની હોડમાંથી યુવાનોને બહાર લાવવા શિક્ષા નીતિમાં કૌશલ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વર્ષોથી શિક્ષણ નીતિમાં ફેરફાર ન થયો તેથી કેટલાક ક્ષેત્રોમાં જ આગળ વધવાની હોડ લાગી હતી. હવે ભારતની શિક્ષા નીતિમાં બદલતા સમય સાથે બદલાવું જરૂરી છે તે વાતને મહત્વ આપવામાં આવ્યું છે.

માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ

ભારતના વિદ્યાર્થીઓને ગ્લોબલ સીટિઝન બને પોતાના મૂળ સાથે જોડાયેલા રહે તે વાતને ધ્યાનમાં રાખી નવી શિક્ષા નીતિ તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યને ધ્યાનમાં શિક્ષા નીતિમાં ફેરફાર કરાયા છે. વડાપ્રધાને ધોરણ 5 સુધી માતૃભાષામાં અભ્યાસ ફરજિયાત કરવા અંગે કહ્યું હતું કે બાળક સાથે ઘરમાં બોલવામાં આવતી ભાષા અને તેની શાળામાં અભ્યાસની ભાષા એક હોય તો તે સારી રીતે અભ્યાસ કરી શકે છે તેથી શિક્ષા નીતિમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને તક મળશે પોતાના પેશનને ફોલો કરવાની

ફેરફાર નક્કી જ છે તે માનીને ચાલવું જરૂરી છે. તેથી નવી શિક્ષા નીતિમાં વિદ્યાર્થીઓને તક મળશે કે તેઓ પોતાના શોખ અને પેશનને ફોલો કરે અને તેમાં આગળ વધે. નવી શિક્ષા નીતિમાં ટોળાશાહીને નહીં પરંતુ વ્યવહારિક શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. નવી શિક્ષા નીતિમાં વિદ્યાર્થીને વ્યક્તિગત રૂચી અનુસાર અભ્યાસમાં આગળ વધવા અવસર મળશે. હવે યુવાનોને ક્રિએટિવ વિચારો સાથે આગળ વધવા મદદ મળશે. માત્ર અભ્યાસ નહીં વર્કિંગ કલ્ચરને પણ ડેવલપ કરવામાં આવ્યું છે.

નવી શિક્ષા નીતિ હાઉ ટૂ થિંક પર ભાર મુકશે

વડાપ્રધાને જણાવ્યું હતું કે અત્યાર સુધી જે શિક્ષા નીતિ હતી તે વોટ ટુ થિંક સાથે ચાલી રહી હતી. પરંતુ હવે નવી નીતિમાં હાઉ ટૂ થિંક પર ભાર મુકવામાં આવ્યો છે. બાળકોને અવસર મળવો જોઈએ કે તે પોતાના કોર્સ પર ફોકસ કરે પરંતુ જો તે તેમાં આગળ વધવા ન ઈચ્છે તો તે કોર્સને અધુરો છોડી બીજા કોર્સમાં જોડાઈ શકે. હવે વિદ્યાર્થીઓ કોઈપણ કોર્સ અધુરો છોડી શકે છે અને બીજા કોર્સમાં જોડાઈ શકશે.

વિદ્યાર્થીઓ બનશે ગ્લોબલ સિટીઝન

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે કોઈ વ્યક્તિ જીવનભર એક જ પ્રોફેશનમાં નથી રહેતી તેને સતત નવું શીખવાની છૂટ હોવી જોઈએ. નવી શિક્ષા નીતિ વિદ્યાર્થીઓને ગ્લોબલ સિટીઝન બનાવશે. હવેથી નર્સરીનું બાળક પણ ટેકનોલોજી વિશે અભ્યાસ કરશે. આમ કરવાથી તેને ભવિષ્યની તૈયારી કરવામાં સરળતા રહેશે.