જેએનયુમાં હુમલા પ્રકરણના દેશભરમાં પડઘાં

0
29

નવીદિલ્હી: દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે થયેલી હિંસાની અસર આજે પણ જોવા મળી રહી છે. આક્રોશિત વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યાં છે, ગઈકાલે નકાબપોશ હુમલાખોરોએ લાઠી અને ધોકા સાથે હુમલો કર્યો જેમા 30 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયેલા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશની અનેક યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન
હુમલાને લઈ આજે જેએનયુ ઉપરાંત દેશની અનેક યુનિવર્સિટી, કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડીયા ખાતે આજે દેખાવો થયા છે તો પૂનામાં દેખાવો થયા છે. આ ઉપરાંત દેશના અનેક ભાગોમાં હિંસાનું વિરૂદ્ધ છાત્રો રસ્તા પર ઉતરી આવ્યા છે તો આ બાબતને લઈને રાજનીતિ પણ થઈ રહી છે.

ત્રણ નકાબધારીઓએ ગઇકાલે આતંક મચાવ્યો હતો
જવાહરલાલ નહેરૂ યુનિ.માં ગઈકાલે રાત્રે નકાબપોશ લોકોએ ભારે આતંક મચાવ્યો હતો. 100 જેટલા હુમલાખોરોએ 3 કલાક સુધી કેમ્પસને માથુ લીધુ હતું. આ હુમલાખોરોએ 7 હોસ્ટેલોને નિશાના પર લીધી હતી. શિક્ષક અને છાત્રો પર ધોકા, લાઠી અને લોઢાના સળીયાથી પ્રહારો કર્યા હતા. જેમાં 30થી વધુને ઈજા થઈ હતી. આ ઘટના જોનારાઓના કહેવા મુજબ બધા હુમલાખોરો બહારના હતા અને સંઘના છાત્ર એકમ એબીવીપી સાથે જોડાયેલા હતા.

ગૃહમંત્રાલયમાંથી તપાસના આદેશ
દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આ મામલાની તપાસના આદેશો આપ્યા છે. જો કે એબીવીપીનો દાવો છે કે હિંસામાં અમારો કોઈ હાથ નથી અને આ હુમલા વામપંથી સંગઠનોએ કર્યો છે. બીજી તરફ વિપક્ષોએ ફાંસીવાદી પરિબળોને દોષીત ઠેરવી હિંસાની નિંદા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here