બોલિવૂડમાં ડ્રગ્સ : NCBએ જાણીતી ટીવી એક્ટ્રેસ સહિત પાંચ લોકોને ડ્રગ્સ ખરીદતા રંગે હાથ પકડ્યા

0
6

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ડ્રગ્સ એંગલ પર તપાસ કરે છે. હાલમાં જ NCBએ ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો હતો. NCBએ આ કેસમાં એક ટીવી એક્ટ્રેસ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે હજી સુધી કોઈના નામનો ખુલાસો કર્યો નથી. આ પહેલા NCBએ ડ્રગ્સ કેસમાં 23 લોકોની ધરપકડ કરી હતી.

સૂત્રોના મતે, NCBએ મુંબઈના વર્સોવામાં બે જગ્યાએ દરોડા પાડ્યા હતા. NCBના અધિકારીઓએ સાદા ડ્રેસમાં પહોંચીને આ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં ટીવી એક્ટ્રેસ રંગે હાથે ઝડપાઈ હતી. એક્ટ્રેસ ડ્રગ પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી. NCB રવિવાર, 25 ઓક્ટોબરના રોજ ટીવી એક્ટ્રેસને કોર્ટ સમક્ષ રજૂ કરશે.

અનેક સેલેબ્સની પૂછપરછ થઈ

NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ તથા શ્રદ્ધા કપૂરની ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. NCBએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત, ડ્રગ પેડલર ઝૈદ, ધર્મા પ્રોડક્શનનો પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતીજ રવિ પ્રસાદ સહિત 23 લોકોની ધરપકડ કરી હતી. એક મહિનો જેલમાં રહ્યા બાદ રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here