‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે નવા અંજલિભાભી જોવા મળશે, સુનૈના ફોઝદારે શૂટિંગ શરૂ કર્યું

0
26

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં જ 12 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ સિરિયલ હાલમાં બે કલાકારોને કારણે ચર્ચામાં છે. આ સિરિયલમાં અંજલિભાભીનું પાત્ર ભજવતી નેહા મહેતા તથા મિસ્ટર સોઢીનો રોલ કરતો ગુરુચરણે આ શો છોડી દીધો છે. હવે આ બંનેના સ્થાને નવા કલાકારો પણ આવી ગયા છે અને તેમણે શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, નેહા મહેતાના સ્થાને એક્ટ્રેસ સુનૈના ફોઝદારને લેવામાં આવી છે. સુનૈનાએ શૂટિંગ શરૂ પણ કરી દીધું છે.

કોણ છે સુનૈના ફોઝદાર?
19 જુલાઈ, 1988માં મુંબઈમાં જન્મેલી સુનૈનાએ વર્ષ 2007થી ટીવી સિરિયલ ‘સંતાન’થી કરિયરની શરૂઆત કરી હતી. સુનૈનાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ ‘કૂબૂલ હૈં’, ‘અદાલત’, ‘રહેના હૈં તેરી પલકો કી છાંવ મેં’, ‘લાગી તુઝસે લગન’, ‘હમસે હૈં લાઈફ’, ‘પ્રિયા બસંતી રે’, ‘મહીસાગર’, ‘એજન્ટ રાઘવ’, ‘ડોલી અરમાનો કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.

https://www.instagram.com/p/B7kUhMVg5kN/?utm_source=ig_embed

2016માં લગ્ન કર્યાં
સુનૈનાએ વર્ષ 2016માં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે.

View this post on Instagram

my partner in crime @sunayanaf

A post shared by Kunal Bhambwani (@kunalbhambwani) on

શા માટે નેહા મહેતાએ શો છોડ્યો?

સેટ પર હાજર રહેલા સૂત્રોના મતે, નેહા છેલ્લા 12 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. આથી જ સેટ પરના લોકો તેને સન્માન આપે તેવી તેની અપેક્ષા હોય તે સમજી શકાય તેવી વાત છે. જોકે, આવું થતું નહોતું. નેહાને નાની-નાની વાતોમાં હેરાન કરવામાં આવતી હતી. અનેકવાર સેટ પર રડી પણ પડતી હતી. અનેકવાર સેટ પર એવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવતી કે નેહા સાચી હોય છતાંય તે ચૂપ રહેતી હતી.

થોડાં પહેલા મહિના પહેલાં જ મેકર્સ તથા નેહા વચ્ચે મતભેદો થયા હતા અને પછી મેકર્સે તેને કહી દીધું હતું કે જો તે કામ કરવા નથી માગતી તો ખુશીથી આ શો છોડી શકે છે. પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લેવા પડ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રોડ્યૂસરે નેહાની સામે શો છોડવાની વાત મૂકી હતી પરંતુ તે સમયે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. ત્યારબાદ લૉકડાઉનને કારણે શોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સિરિયલની પ્રોડક્શન ટીમ તરફથી કોઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો નહોતો. અલબત્ત, અસિત મોદીએ એક-બેવાર નેહાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે નેહા પોતાના પર્સનલ કમિટમેન્ટમાં વ્યસ્ત હતી અને તેને કારણે તે વાત કરી શકી નહોતી.

નેહા સાથે અન્યાય થયો હતો

સૂત્રોના મતે, નેહા સેટ પર પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માગતી હતી. જોકે, ક્યાંકને ક્યાંક નેહા સાથે અન્યાય થયો હતો. શરૂઆતમાં નેહાએ આ વાત પર ધ્યાન આપ્યું નહોતું. તે એમ વિચારીને ચૂપ રહી કે સંબંધોમાં તો આવા નાના-મોટા લડાઈ ઝઘડા ચાલતા રહે અને તેની અસર કામ પર પડવી જોઈએ નહીં. જોકે, થોડાં સમય બાદ પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લીધો. નેહાના મતે, તેનામાંથી અનેક લોકો પ્રેરણા લે છે અને તે લોકોમાં ખોટું ઉદાહરણ બનવા માગતી નથી. આથી જ તેણે શો છોડીને આગળ વધવાનો નિર્ણય લીધો છે. નેહાએ જ્યારે પ્રોડ્યૂસર અસિત મોદી સામે શો છોડવાની વાત કહી તો તે સમયે તેની વાત પ્રોડ્યૂસરે સ્વીકારી લીધી હતી.

ગુરુચરણે પણ શો છોડી દીધો

સૂત્રોના મતે ગુરુચરણ સિંહ લૉકડાઉન બાદ સેટ પર પરત ફર્યો નથી. વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી ક્રિએટિવ ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો. તે સમયે તેના સ્થાને ટીવી એક્ટર લાડ સિંહ માન જોવા મળતો હતો. એક વર્ષ બાદ ફરી ગુરુચરણ આ શોમાં જોડાઈ ગયો હતો. ગુરુચરણે ફરી વાર આ શો છોડી દીધો છે. ગુરુચરણે આ શો શા માટે છોડ્યો તેની વિગતો સામે આવી નથી. જોકે, તેના સ્થાને હિંદી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. ‘દિલ તો પાગલ હૈં’માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here