નાસ્તાનો નવો ટ્રેન્ડ ‘પાવર બ્રેકફાસ્ટ’, તેનાથી વધુ એનર્જી મળશે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

0
29

હેલ્થ ડેસ્કઃ જ્યારે તમે ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે તમને વધુ એનર્જી અને મજબૂત રોગપ્રતિકારક શક્તિની જરૂર હોય છે. તમારી આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હોટલ્સમાં હવે પાવર બ્રેકફાસ્ટ પીરસાવવા લાગ્યો છે. આ વધુ એનર્જી આપવાની સાથે રોગો સામે લડતી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. ‘પાવર બ્રેકફાસ્ટ’માં નીચે પ્રમાણેનો આહાર સર્વ કરવામાં આવે છે.

ફળ – સારી રોગપ્રતિકારક શક્તિ માટે
સિઝનલ ફ્રૂટ્સમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ અંતર્ગત તમે દરરોજ પપૈયું પણ ખાઈ શકો છે. તેમાં વિટામિન A, C અને ફોલેટ હોય છે. તેમાં રહેલું પપાઇન પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદગાર રહે છે. આ જ રીતે આયર્નથી ભરપૂર દાડમ એનિમિયા થતા પણ બચાવે છે. ફળોમાં અનેક વિટામિન્સ અને પ્રોટીન હોય છે, જે શરીરને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.

ફાડા – પાચનક્રિયા યોગ્ય રાખવા
ફાડાની ખીચડી સાથે દૂધ શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આ વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં કેલરીની માત્રા બહુ ઓછી હોય છે. આ સાથે જ તેમાં હાઈ ફાયબર હોવાને કારણે આ પાચનક્રિયા સારી રાખવામાં તમારી મદદ કરે છે. આ વજન ઓછું કરવાની સાથે જ કોલેસ્ટેરોલ ઓછો કરીને હૃદય સંબંધિત રોગોથી બચાવવામાં પણ મદદરૂપ હોય છે. બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવા માટે ફાડા ખાવા ફાયદાકારક છે.

ડિટોક્સ વોટર – વજન ઘટાડવા માટે
શરીરનો કચરો કાઢવા માટે ડિટોક્સ વોટર ફાયદાકારક રહે છે. તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ સાથે તે ચહેરાને ગ્લોઇંગ બનાવવામાં પણ ઉપયોગી હોય છે. ફેટ ફ્રી હોવાને કારણે તેને પીવું લોકોને ગમે છે. ઘરેલુ વસ્તુઓથી પણ અનેક ડિટોક્સ ડ્રિંક બનાવી શકાય છે જેમ કે, આદું-લીંબુથી બનેલું ડ્રિંક. આ માટે આદુંના રસને લીંબુ અને ફૂદીનાના રસમાં મેળવીને દરરોજ સવારે ખાલી પેટ પીવું જોઇએ.

પલાળેલી બદામ – બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે
દરરોજ નાસ્તામાં અથવા ખાલી પેટ રાત્રે પલાળીને રાખેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન E, ફાઇબર્સ અને ફોલિક એસિડ હોય છે. આ પાચનતંત્ર સુધારવાની સાથે જ ફિગર મેઇન્ટેઇન કરવામાં તમારી મદદ કરે છે. વધતી ઉંમરની અસર ઓછી કરવામાં ઉપયોગી બદામને પાવર બ્રેકફાસ્ટનો મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે. જે લોકોને આ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓ જો પલાળેલી બદામ ખાય તો સ્વાસ્થ્યને ચોક્કસ લાભ થશે.

ઈડલી – મસલ્સ મજબૂત થશે
એક મધ્યમ આકારની ઈડલીમાં લગભગ 40 કેલરી હોય છે. તેમાં કોલેસ્ટેરોલ અને સેચ્યુરેટેડ ફેડ નથી હોતું. તેથી, તેને ખાવી લાભકારી છે. આ ચોખા અને અડદની દાળથી બનેલી હોવાના કારણે પ્રોટીનનો સારો સોર્સ હોય છે. ઈડલીને હાડકાં અને મસલ્સની મજબૂતી માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઝડપથી પચી જાય છે. તેનાથી થાક અને ઊંઘ વગેરે સમસ્યા નથી થતી અને એક્ટિવનેસ બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here