નવી હોન્ડા CBR600RR બાઇક 21 ઓગસ્ટે લોન્ચ થશે,

0
4

દિલ્હી. હોન્ડા ટૂ-વ્હીલરે તાજેતરમાં જ ઓલ ન્યૂ CBR1000RR-R ફાયરબ્લેડ અને SP સુપરબાઇક્સ માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે, જેની એક્સ શો રૂમ કિંમત 30 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે. જો તમને લાગે કે આ કિંમત બહુ વધારે છે તો તમે હોન્ડાની અપકમિંગ સુપરસ્પોર્ટ બાઇક માટે થોડી રાહ જોઈ શકો છો. કંપની 21 ઓગસ્ટના રોજ તેની ઓલ ન્યૂ હોન્ડા CBR600RR શોકેસ કરશે. . 2021 CBR600RRનાં સ્પેસિફિકેશન્સ અને અન્ય ડિટેલ્સ લોન્ચિંગ દરમિયાન જ રિવીલ કરવામાં આવશે.

થોડા ડિઝાઇન એલિમેન્ટ્સ ફાયરબ્લેડમાંથી પણ લેવામાં આવ્યાં છે

  • ન્યૂ જનરેશન CBR600RRમાં કંપનીએ જૂનાં અને CBR1000RR-Rથી ઇન્સ્પાયર્ડ અનેક ડિઝાઇન એલિમેન્ટ્સ આપ્યાં છે. આ બાઇકમાં નવી ફેરિંગ અને સ્લિકર ટ્વીન LED હેડલાઇટ્સ આપવામાં આવશે. જો કે, અપકમિંગ સુપરસ્પોર્ટના વ્હીલ્સ, સ્વિંગ આર્મ અને ફ્રેમ જૂનાં મોડેલ જેવી જ છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હોન્ડાએ અપકમિંગ મોડેલમાં અંડર સીટ એક્ઝોસ્ટ જાળવી રાખ્યો છે, જે CBR600RR બાઇકની સિગ્નેચર ટ્રેલ છે.
  • સુપરસ્પોર્ટ લાલ, બ્લુ અને વ્હાઇટ કલરના ટ્રેડિશનલ કલર્સમાં જોવા મળશે. નવી બ્લેડથી વિપરિત CBR600RR ઇગ્નિશન માટે એક ટ્રેડિશનલ કી આપવામાં આવી છે. જૂનાં CBR600RR બાઇક કરતાં નવાં મોડેલમાં અપડેટેડ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટેશન મળશે. કંપનીએ આમાં એક કલર TFT આપ્યું છે, જે રાઇડ મોડ સહિત તમામ જરૂરિયાતની વસ્તુઓ શોકેસ કરે છે. ટીઝર વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બીજી બિટ મોટરની રેડ લાઇન 15000rpmથી 17000rpm વચ્ચે છે.

599ccનું એન્જિન મળશે
બાઇકમાં 599ccનું ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવશે, જેમાં જૂનાં મોડેલ જેટલો જ પાવર મળશે. જો કે, હજી પાવર અને ટોર્ક વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, આ લગભગ 118PS (116hp પાવર)નો ટોર્ક જનરેટ કરશે. સેફ્ટી માટે તેમાં ટ્રેક્શન કન્ટ્રોલ, કોર્નિંગ ABS સહિત અનેક એડવાન્સ્ડ ફીચર્સ મળી શકે છે. વીડિયોમાં છેલ્લે નાના વિગંલેટ્સ પણ જોવા મળી રહ્યાં છે.

ભારતમાં પણ લોન્ચ થવાની શક્યતા
અપકમિંગ હોન્ડા CBR600RRની ટક્કર યામાહા R6, કાવાસાકી ZX-6R અને અપ્રિલિયા RS660 વગેરે મિડલ વેટ સુપરસ્પોર્ટ કેટેગરીની બાઇક્સ સાથે થશે. તો હવે જ્યારે નવું જીન બ્લેડ ટૂંક સમયમાં જ ભારતમાં આવે છે ત્યારે હોન્ડા 2 વ્હીલર ઇન્ડિયા આ બાઇકને ભારતમાં પણ લોન્ચ કરે એવી શક્યતા છે.