નવી ‘હ્યુન્ડાઈ ક્રેટા’ને સારો પ્રતિસાદ મળ્યો, 4 મહિનામાં બુકિંગ 55 હજારને પાર

0
0

કોરોના સંકટમાં પણ હ્યુન્ડાઇ ક્રેટા(Hyundai Creta)ની ડિમાન્ડ જબરદસ્ત જોવા મળી રહી છે. આ કારની માર્કેટમાં સારી માગ છે. નવી ક્રેટાના 55 હજાર યુનિટ બુક થઈ ચૂક્યા છે. નવી ક્રેટાને લોકડાઉન પહેલા લોન્ચ કરવામાં આવી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે, અમે અત્યાર સુધી ક્રેટાના 4.85 લાખ યુનિટિનું વેચાણ કર્યું છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, નવી ક્રેટામાં સૌથી વધારે બુકિંગ ડીઝલ મોડેલનું થયું છે. કુલ બુકિંગમાંથી 60 ટકા બુકિંગ માત્ર ડીઝલ મોડેલના છે. ક્રેટાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મે અને જૂનમાં દેશમાં સૌથી વધુ વેચાયેલી SUV રહી છે. કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ક્લિક ટૂ બાય દ્વારા નવી ક્રેટા માટે 30 ટકાથી વધુ કસ્ટમર ઇન્કવાયરી આવી છે.

કંપનીએ નવી ક્રેટાને માર્ચમાં લોન્ચ કરી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે, ચાર મહિનામાં અમે આ મોડેલ માટે 55,000થી વધારે બુકિંગ મળ્યા છે. અત્યાર સુધી આ મોડેલના 20,000 યુનિટ વેચ્યા છે.

ત્રણ એન્જિન ઓપ્શન
હ્યુન્ડાઈએ નવી ક્રેટાને ત્રણ એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરી છે. 1.5 લીટર પેટ્રોલ, 1.5 લીટર ડીઝલ અને 1.4 લીટર ટર્બો પેટ્રોલ. આ એન્જિન ક્રમશઃ 115PS પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે, અને 140PS પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. તેની કિંમત (એક્સ શોરૂમ) 9.99 લાખથી 17.20 લાખ રૂપિયાની વચ્ચે છે. નવી ક્રેટામાં ત્રણ ડ્રાઈવ મોડ્સ (Eco, Comfort & Sport)મળશે.

આ SUVને ટક્કર આપશે
નવી ક્રેટા પાંચ વેરિઅન્ટ લેવલઃ E, EX, S, SX, SX (O) વેરિઅન્ટમાં આવે છે. આ SUV 10 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. માર્કેટમાં તેની ટક્કર કિઆ સેલ્ટોસ, એમજી હેક્ટર અને નિસાન કિક્સ જેવી SUV સાથે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here