Thursday, April 18, 2024
Homeનવી મારુતિ Celerio પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, એન્ટ્રી લેવલ કારની સ્ટાઇલિંગ...
Array

નવી મારુતિ Celerio પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, એન્ટ્રી લેવલ કારની સ્ટાઇલિંગ SUV જેવી હશે

- Advertisement -

દિલ્હી. મારુતિ સુઝુકી નવી એન્ટ્રી લેવલ હેચબેક માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. તેને YNC કોડનેમ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ નવું મોડેલ નેક્સ્ટ જનરેશન મારુતિ Celerio હશે. નવી મારુતિ સુઝુકી Celerio તાજેતરમાં જ પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આ કાર આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થાય એવી શક્યતા છે.

સ્ટાઇલિંગ SUV જેવી હશે
મારુતિ Celerioનું કરન્ટ મોડેલ વર્ષ 2014માં લોન્ચ થયું હતું. નવી Celerio મારુતિ સુઝુકીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે, જે એડવાન્સ્ડ અને હલકું છે. આ જ પ્લેટફોર્મનો ઉપયોગ સ્વિફ્ટ, બલેનો, નવી વેગનઆર અને S-Presso ગાડીમાં કરવામાં આવ્યો છે. આ નવી Celerio કંપનીની Arina ડીલરશિપ પરથી વેચવામાં આવશે. ન્યૂ જનરેશન Celerioનો લુક કરન્ટ મોડેલ કરતાં અલગ હશે અને તેની સ્ટાઇલિંગ SUV જેવી હશે.

એન્ટ્રી લેવલ ક્રોસઓવર તરીકે રજૂ થશે
મારુતિની આ નવી કાર એન્ટ્રી લેવલ ક્રોસઓવર તરીકે રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ રેનો ક્વિડ અને ટાટા મોટર્સની આવનારી માઇક્રો SUV HBX જેવી ગાડીઓને ટક્કર આપશે. નવી Celerioમાં કેટલાક હાઇ એન્ડ ફીચર્સ જોવા મળી શકે છે, જેમાં LED ડેટાઇમ રનિંહ લાઇટ્સ, LED ઇન્સર્ટ્સ સાથે સ્ટાઇલિશ ટેલલેમ્પ,રિઅર વાઇપર, ઇન્ટિગ્રેટેડ બ્લિંકર્સ સાથે વિંગ મિરર્સ અને નવી સ્ટાઇલના એલોય વ્હીલ્સ સામેલ છે. નવી Celerioમાં વધારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે.

ફીચર્સ
નવી Celerioની કેબિનમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે સુઝુકીની નવી સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી, મલ્ટિ-ફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ, પાવર્ડ ORVM અને રિવર્સ પાર્કિંગ કેમેરા જેવાં ફીચર્સ આપવામાં આવશે. સેફ્ટી સિક્યોરિટી માટે કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBD સાથે ABS, સ્પીડ અલર્ટ, સીટ બેલ્ટડ રિમાઇડર અને રિઅર પાર્કિંગ સેન્સર્સ જેવાં સ્ટાન્ડર્ડ ફીચર્સ પણ હશે.

એન્જિન ડિટેલ્સ
નવી મારુતિ Celerioમાં 1.0 લિટરનું પેટ્રોલ એન્જિન મળશે, જે 67bhp પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સના ઓપ્શન મળશે. કરન્ટ મોડેલની જેમ નવી Celerio પણ CNG વર્ઝનમાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular