વડોદરા : નવા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે આજે ચાર્જ સંભાળ્યો,

0
7

વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની કૃષિ, સહકાર વિભાગમાં સચિવ તરીકે બદલી થતાં પી. સ્વરૂપ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકાયા છે, ત્યારે નવા કમિશનર પી.સ્વરૂપે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

પાલિકાના અધિકારીઓએ નવા મ્યુનિ. કમિશનરનું સ્વાગત કર્યું
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે, તેમના સ્થાને વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે પી. સ્વરૂપની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન બુધવારે પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે ગુરૂવારે નવા મ્યુનિસિપલ કમિશનર વડોદરા પહોંચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અને નવા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે પાલિકાનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે અંગત કારણોસર વડોદરામાંથી બદલી કરવા માટે રાજ્ય સરકારમાં માંગણી કરી હતી. તેઓની માંગણીને ધ્યાનમાં લઇ તેઓની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.

ખખડધજ થઇ રોડ મામલે હાલ પૂરતુ કંઇ પણ કહેવાનું ટાળ્યું
મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે જણાવ્યું હતું કે, હું સરકારનો આભારી છું કે, તેમણે મને સંસ્કારીનગરી વડોદરામાં સેવા કરવાનો મોકો આપ્યો છે અને સૌ ભેગા મળીને વિકાસ કાર્યોમાં સાથ સહકાર આપીશું, જોકે વડોદરા શહેરના ખખડધજ થઇ ગયેલા રોડ મામલે હાલ પૂરતું કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here