શોકેસ : નવી ટોયોટા ફોર્ચ્યૂનર ફેસલિફ્ટ Fortuner Legender નામથી શોકેસ થઈ, કાર નવા લુક અને અપડેટેડ ફીચર્સથી સજ્જ

0
0

દિલ્હી. ટોયોટાએ તેની પોપ્યુલર SUV ફોર્ચ્યૂનરનું નવું મોડેલ શોકેસ કરી દીધું છે. કંપનીએ Toyota Fortuner ફેસલિફ્ટને થાઇલેન્ડમાં રજૂ કર્યું છે. 2021 Toyota Fortuner નવા લુક, અપડેટેડ ફીચર્સ અને વધારે પાવરફુલ એન્જિન સાથે આવી છે. અપડેટેડ SUV પહેલાં કરતાં વધારે બોલ્ડ અને સ્ટાઇલિશ જોવા મળી રહી છે.

નવો ફ્રંટ લુક

ટોયોટા ફોર્ચ્યૂનર ફેસલિફ્ટનો ફ્રંટ લુક નવો છે. તેમાં LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ સાથે રિડિઝાઇન્ડ્સ LED હેડલાઇટ્સ, મેશ પેટર્ન મોટી ગ્રિલ, અલગ ડિઝાઇનનું બંપર અને નવી ડિઝાઇનના 18 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. રિઅરમાં મોટો ફેરફાર એ થયો છે કે તેની LED લાઇટ્સ સ્લિમ લુકમાં આપવામાં આવી છે.

નામ આપ્યું Fortuner Legender

ટોયોટાએ Fortuner Legender નામથી આ SUVનું ટોપ મોડેલ શોકેસ કર્યું છે, જે વધારે સ્પોર્ટી દેખાય છે. તેમાં સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં અલગ સ્પ્લિટ ગ્રિલ, LED ટર્ન ઇન્ડિકેટર્સ સાથે ફ્રંટ બંપર, યૂનિક પેટર્નવાળા LED DRL સાથે ડ્યુઅલ LED પ્રોડેક્ટર હેડલાઇટ્સ આપવામાં આવી છે. નવી ફોર્ચ્યૂનર સ્ટાન્ડર્ડ મોડેલના ફ્રંટમાં જ્યાં ક્રોમ છે, Legender મોડેલમાં ત્યાં ગ્લોસ બ્લેક ફિનિશ છે. આ ઉપરાંત, નવી ફોર્ચ્યૂનરનું આ ટોપ મોડેલ 20 ઇંચ એલોય વ્હીલ્સ, ડ્યુઅલ ટોન પેન્ટ સ્કીમ અમે બૂટ લિડ તેમજ રિઅર બંપર પર વધારે ગ્લો બ્લેક એલિમેન્ટ્સ સાથે રજૂ થયું છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર

જૂનાં મોડેલ કરતાં નવી ફોર્ચ્યૂરનરની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. કેબિનમાં સૌથી મોટો ફેરફાર 8.0 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં પણ થોડી અપડેટ આપવામાં આવી છે. SUVમાં 8 વે પાવર અડજસ્ટેબલ ડ્રાઇવર અને કો-ડ્રાઇવર સીટ્સ અને વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમાં LED એમ્બિઅન્ટ લાઇટિંગ, 9 સ્પીકર, JBL ઓડિયો સિસ્ટમ અને 360 ડિગ્રી કેમેરા જેવાં ફીચર્સ છે. Legender વેરિઅન્ટમાં 9.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ

ફોર્ચ્યૂનર ફેસલિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેનાં એન્જિનમાં થયો છે. SUVનું 2.4 લિટર 4 સિલિન્ડર ડીઝલ એન્જિન પહેલાંની જેમ 150hp પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, 2.8 લિટરવાળું ડીઝલ એન્જિન હવે પહેલાં કરતાં વધારે પાવરફુલ કરી દેવામાં આવ્યું છે. જૂનાં મોડેલમાં આ એન્જિન 177hp પાવર આપે છે, જ્યારે નવાં મોડેલમાં આ 204hp પાવર સાથે આવ્યું છે. ઇન્ડિયન માર્કેટમાં આ નવી ફોર્ચ્યૂનરનું BS6 મોડેલ 2.7 લિટર પેટ્રોલ અને અપગ્રેડેડ 2.8 લિટર ડીઝલ એન્જિન સાથે લોન્ચ થાય એવી શક્યતા છે.

ભારતમાં ક્યારે લોન્ચ થશે?

નવી ટોયોટા ફોર્ચ્યૂનર ઇન્ડિયન માર્કેટમાં આ વર્ષે અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થાય એવી શક્યતા છે. નવી ફોર્ચ્યૂનરની કિંમત કરન્ટ મોડેલ કરતાં થોડી વધારે હશે. અત્યારે ઇન્ડિયન માર્કેટમાં 28.66 લાખ રૂપિયાથી 34.43 લાખ રૂપિયાની વચ્ચે છે. તાજેતરમાં જ ટોયોટાએ તેની કિંમતમાં 48 હજાર રૂપિયાનો વધારો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here