બોક્સ ઓફિસ : બીજા દિવસે ‘વોર’ના કલેક્શનમાં 55 ટકાનો ઘટાડો, બે દિવસમાં 77 કરોડની કમાણી કરી

0
33

મુંબઈઃ રીતિક રોશન તથા ટાઈગર શ્રોફની ફિલ્મ ‘વોર’એ પહેલાં જ દિવસે 53.35 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીની બિગેસ્ટ ઓપનર બની છે. આ ફિલ્મમાં કમાલની એક્શન જોવા મળી છે. રીતિક રોશન યશરાજ બેનરમાં 13 વર્ષે પરત ફર્યો છે. આ પહેલાં રીતિકે વર્ષ 2006મા યશરાજ બેનરની ફિલ્મ ‘ધૂમ 2’ કરી હતી. ટાઈગર શ્રોફે પહેલી જ વાર યશરાજ બેનરમાં કામ કર્યું છે. લીડ એક્ટ્રેસ તરીકે વાણી કપૂર છે. બીજા દિવસે આ ફિલ્મના હિંદી વર્ઝને 23.10 કરોડની કમાણી કરી છે. બીજા દિવસની કમાણીમાં 55 ટકાનો ઘટાડો થયો છે.

બે દિવસમાં 77.70 કરોડની કમાણી
‘વોર’એ બે જ દિવસમાં 77.70 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ત્રણ કે ચાર દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લેશે તે નક્કી છે. વીકેન્ડમાં કમાણીમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે.

ફિલ્મે બમ્પર ઓપનિંગ કર્યા બાદ રીતિકે શું કહ્યું?
ફિલ્મને મળેલા બહોળા પ્રતિસાદ બાદ રીતિકે કહ્યું હતું કે તેમની મહેનતનું આ પરિણામ છે. તે ચાહકોનો આભાર માને છે કે તેમને આ ફિલ્મ આટલી પસંદ આવી. જ્યારે તેમણે ‘વોર’ બનાવવાનો વિચાર કર્યો ત્યારે જ તમામે નક્કી કર્યું હતું કે તેઓ આ ફિલ્મમાં એવું કંઈક કરશે, જે આ પહેલાં ક્યારેય ઈન્ડિયન સિનેમામાં થયું ના હોય અને તેમણે તેમ કર્યું પણ છે. ચાહકોને એક્શન સીન્સ ઘણાં જ પસંદ આવ્યા. એક એક્ટર તરીકે તે દર્શકોનો આ પ્રેમ મેળવીને ઘણો જ ખુશ છે. તે ટાઈગર શ્રોફ, ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ, વાણી કપૂર તથા યશરાજ બેનરનો પણ આભાર માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here