આગામી પાંચ દિવસ જોવા મળશે સારો વરસાદ, આગાહી બાદ ગુજરાતભરમાં NDRFની ટીમે તૈનાત

0
5

સમગ્ર ગુજરાત પર વરસાદી વાદળોએ ધામા નાખ્યા હોય તે પ્રકારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઢંકાયેલ જોવામાં આવી રહ્યું છે અને આ જ પ્રકારે આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી હોવાનાં કારણે વરસાદનો વરતારો જોવામાં આવશે. જી હા, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ ગુજરાતભરમાં વરસાદનો સારો વરતારો જોવામાં આવશે.

રાજ્યભરમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી સાથે ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ પડી શકે છે. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 50 ટકા કરતા વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હોવાનાં પગલે સમગ્ર તંત્ર સતર્ક જોવામાં આવી રહ્યું છે. રાજ્યનાં મહત્વનાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ, ઓખા, જાફરાબાદ, પોરબંદરનાં બંદર સહિત પોરબંદરના મિયાણી ડેમ પર 3 નંબરનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે, સાથે સાથે આગાહીને પગલે NDRF ટીમ રાજ્યમાં અનેક મહત્વનાં મથકો પર તૈનાત કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે હાલ ગુજરાતમાં NDRFની કુલ 9 ટીમ તૈનાત કરાઇ છે. રાજ્યના અલગ અલગ ભાગમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. તો વધારાની 6 ટીમોને સ્ટેન્ડબાય રખાઈ છે.

NDRFની કુલ 9 ટીમ તૈનાત
ઉત્તર ગુજરાતમાં 3 ટીમ તૈનાત
સૌરાષ્ટ્રમાં 5 ટીમ તૈનાત કરાઇ
કચ્છમાં 1 ટીમ તૈનાત કરાઇ
વડોદરામાં 4 ટીમ તૈનાત કરાઇ

2 ટીમ ગાંધીનગરમાં સ્ટેન્ડબાય રખાઇ