ભારતમાં મામા-ભાણેજનો સંબંધ ખૂબ જ સન્માનથી જોવામાં આવે છે. પણ યૂપીના મહારાજગંજમાં આ પવિત્ર સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મામાએ પોતાની સગી ભાણેજને પ્રેમ કરવા લાગ્યા.હકીકતમાં જોઈએ તો, થોડા દિવસ પહેલા ભાણેજ પોતાના મામાને ત્યાં ફરવા ગઈ હતી. આ દરમ્યાન ભાણેજને મામા સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમમાં એટલી હદે આગળ નીકળી ગયા કે, બંનેએ એક સાથે રહેવાનું નક્કી કરી લીધું.
પ્રેમમાં પાગલ થયેલા મામા અને ભાણેજને જ્યારે લાગ્યું કે તેઓ એક થઈ શકશે નહીં તો બંનેએ ઝેર ખાઈ લીધું. જાણકારી મળતાં પરિવાર બંનેને હોસ્પિટલે લઈ ગયા. ગંભીર હાલતમાં પ્રેમી યુગલ મામા-ભાણેજને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે. પોલીસે આ મામલે તપાસ કરી છે. આ મામલો મહારાજગંજ જિલ્લાના નિચલૌલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બરગદવાનો છે. જ્યાં મામાના ઘરે આવેલા સગી ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમનો વિરહ સહન ન થતાં બંનેએ ઝેરી દવા પી લીધી. જેના કારણે બંનેની હાલત ખરાબ થઈ ગઈ.
આ જોઈ પરિવારના લોકો તાત્કાલિક આ બંનેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર નિચલૌલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે પ્રાથમિક સારવાર બાદ પ્રેમી યુગલની બગડતી હાલત જોઈ જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દીધા હતા. તો વળી મામા-ભાણેજની આ કરતૂતથી બધાને શરમમાં મુકાવું પડ્યું છે. ભાણેજ નેપાળની મૂળ રહેવાસી છે.
ઘટના વિશે સીઓને જાણકારી આપતા જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન નિચલૌલ વિસ્તાર અંતર્ગત આવતા બરગદવા વોર્ડ નંબર 2 ના પ્રેમી યુગલે ઝેર ખાઈ લીધું છે. આ સૂચના મળતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર હેતુ સીએચસી નિચલૌલમાં દાખલ કર્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને મહારાજગંજની હોસ્પિટલમાં રેફર કર્યા છે. આ ઘટના બાદ પોલીસ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.