પ્રાંતિજ પોલીસની સહારણારૂપ કામગીરી.

0
11
પ્રાંતિજ પીઆઈ દ્વારા ખડકીઓ મહેલ્લાઓ બજાર વિસ્તાર માં જઇને નગરજનોએ બહાર ના નિકળવા અપીલ કરી .
મહિલા પીએસાઇ દ્વારા ભાખરીયા વિસ્તારમાં લટાર મારવા નિકળેલ લોકો ને ઉઠ બેઠક કરાવી.
હાલ કોરોના એ દેશ સહિત વિદેશોમાં કહેર મચાવ્યો છે અને મોટા શહેરો થી નાના શહેરોમાં પણ કહેર મચાવ્યો છે  ત્યારે સાબરકાંઠાજિલ્લાના પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત દ્વારા બજાર સહિત મહેલ્લાઓ ખડકીઓમા ધરે ધરે જઇને લોકોને ધરો માં રહેવા સમજાવ્યાં હતાં તો પ્રાંતિજ મહિલા પીએસાઇ દ્વારા ભાખરીયા વિસ્તારમાં લટાર મારવા નિકળેલ લોકો ને ઉઠ બેઠક કરાવી કાયદા નું ભાન કરાવ્યું હતું.
વિઝન
કોરોના વાઈરસ ને લઈને સમગ્ર દેશમાં બોલ્ક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પીઆઇ એમડી.ચંપાવત દ્વારા બજાર સહિત મહેલ્લાઓ ,  ખડકીઓ , વ્હોરવાડ વિસ્તાર માં ધરે ધરે જઇ ને લોકો ને ધરો ની અંદર રહેવા અપીલ કરી હતી તો બજારમાં ફરતા લોકો ને ધરો માં રહેવા સુચના આપી હતી અને આ ભયાનક બિમારી થી બચવા ધરો માં રહેવા જણાવ્યું હતું .
તો પ્રાંતિજ  મામલતદાર દ્વારા એચ.પી.ભગૌરા દ્વારા પણ પ્રાંતિજ બજાર માં નિકળ્યા હતા વેપારી ઓને દુકાનો ઉપર ટોળુ ના કરવા તથા ધરે જઇને હોમ ડિલેવરી આપવા માટે સુચના કરી હતી.
વિઝન
તો પ્રાંતિજ મહિલા પીએસાઇ પી.ડી.ચૌધરી દ્વારા બજાર  સહિત વિસ્તારોમાં કામ વગર લટારા મારવા નિકળેલ યુવાનો ને જાહેર માં ઉઠ બેઠક કરાવી કાયદા નું પણ ભાન કરાવ્યું હતું તો વાયુવેગે બજાર સહિતના વિસ્તારોમાં પ્રસરી જતા લોકો ધરો માં જોવા મલ્યા હતાં ત્યારે પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત તથા પ્રાંતિજ મહિલા પીએસાઇ પી.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફ ની કામગીરી સહારણારૂપ છે.
ત્યારે કોરો ના ને લઇને સરકાર તથા તંત્ર ના અધિકારીઓ તથા પોલીસ દ્વારા રાત્રી દિવસ ખડેપગે છે ત્યારે હાલ નગરજનો સાથ સહકાર નહી આપે તો તંત્ર એ પણ કડક કામગીરી કરવી પડસે ત્યારે પણ દેશ સહિત ગુજરાત ના લોકો ને અપીલ કરે છે કે આપણે સોવ સાથે મળી ને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસ નુ લોક ડાઉન ને સફળ બનાવી કોરો ના જેવી ભયંકર બીમારી ને જળ મુળ થી ઉખાડી ને ફેંકી દેવા  સાથ સહકાર આપીશું અને ના જોયતા કામ વગર પરિવાર સાથે ધરો માં રહીએ અને આપણે દેશ હિત ની સાથે જોડાઇશુ.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here