વડોદરા : કોરોનાના વધુ 19 પોઝિટવ સાથે કેસની સંખ્યા 476 ઉપર પહોંચી, એક મોત સાથે મૃત્યુઆંક 32 થયો, 29 દર્દીઓ સાજા થયા

0
6

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટવ કેસ નોંધાયા છે. આ સાથે કેસની સંખ્યા 476 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં રહેતા 65 વર્ષના અમિરશા અમજદશા દિવાન નું કોરોના વાઈરસનાથી ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેર-જિલ્લામાં મૃત્યુઆંક વધીને 32 ઉપર પહોંચ્યો છે. અમિરશા અમજદશા દિવાનને 28 એપ્રિલના રોજ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ 29 એપ્રિલે તેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે 8:20 વાગ્યે ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

વડોદરામાં આજે એક સાથે 29 દર્દીઓ સાજા થયા

વડોદરા શહેરમાં આજે એક સાથે 29 દર્દીઓ સાજા થયા છે. આ તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા ઘરે પહોંચ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 193 લોકો સાજા થયા છે.

વધુ 2 ટ્રેનમાં પરપ્રાંતીયોને વતન યુપી મોકલાયા

કોરોના વાઈરસને પગલે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને લઇને બુધવારે મોડી રાત્રે 2 ટ્રેનોએ વડોદરાથી ઉત્તરપ્રદેશ રવાના કરાઇ હતી. જેમાં 2400થી વધુ પરપ્રાંતિયો વતન પરત ગયા છે.

વડોદરામાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર 1034 લોકો દંડાયા

કોરોના વાઈરસની મહામારીને પગલ માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનારા 1034 લોકો પકડાયા હતા. જેઓને 10,33, 700 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

વડોદરામાં કોરોના વાઈરસના આજે નોંધાયેલા 19 પોઝિટિવ દર્દીઓના નામની યાદી

વડોદરામાં આજે કોરોના મુક્ત થયેલા દર્દીઓના નામની યાદી

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here