વડોદરા : કેસની સંખ્યા 933 પહોંચી, મૃત્યુઆંક 42 ઉપર, સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટીને 57 ટકા થઇ

0
0

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 933 ઉપર પહોંચી ગઇ છે. સત્તાવાર મૃત્યુઆંક 42 ઉપર પહોંચ્યો છે.અત્યાર સુધીમાં કુલ 530 દર્દી કોરોના મુક્ત થયા છે. જોકે છેલ્લા અઠવાડિયામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટીને 57 ટકા થઇ ગઇ છે.

હજી 361 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર હેઠળ છે

વડોદરા શહેરમાં હજી 361 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે. જેમાંથી 11 દર્દીઓ ઓક્સીજન ઉપર છે અને 7 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. આ ઉપરાંત 1585 લોકો હાલ ક્વોરન્ટીન હેઠળ છે. જે પૈકી 1578 લોકો હોમ ક્વોરન્ટીન છે, જ્યારે 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

પૂર્વ ઝોનમાં કોરોના પોઝિટિવના દર્દીની સંખ્યામાં 16.50 ગણો વધારો થયો

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણનો ફેલાવો હજુ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. એક મહિના પહેલા પૂર્વ ઝોનમાં કોરોના પોઝિટિવના દર્દીની સંખ્યા 18 પૂરતી સીમિત રહી હતી પણ તા.27 મે ના રોજ તેની સંખ્યા 297 પર પહોંચતા તેમાં 16.50 ગણો વધારો થયો છે. અત્યાર સુધી નાગરવાડા હોટ સ્પોટ ગણાતુ હતું, હવે ચેપનો વ્યાપ વધતા નવા વિસ્તારો ઉમેરાઇ રહ્યા છે. દક્ષિણ ઝોનમાં પણ 26 દિવસમાં જ 106 નવા કેસનો ઉમેરો થયો દક્ષિણ ઝોનમાં પણ એક મહિના પહેલા કોરોના પોઝિટિવના માત્ર 7 જ કેસ હતા અને 1 મે સુધી આ સંખ્યા 18 પર પહોંચી હતી.જોકે, છેલ્લા 26 દિવસમાં જ તેમાં 106નો ઉમેરો થતા કુલ આંક 124 પર પહોચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here