Monday, October 25, 2021
Homeવડોદરા : કોરોનાના કેસની સંખ્યા 551 થઇ, સત્તાવાર મૃત્યુઆંક 31 ઉપર અટક્યો,...
Array

વડોદરા : કોરોનાના કેસની સંખ્યા 551 થઇ, સત્તાવાર મૃત્યુઆંક 31 ઉપર અટક્યો, ઓડિટ ન થવાથી પાલિકાએ 6 દિવસથી કોઇ દર્દીનું મૃત્યુ જાહેર કર્યું નથી

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા 6 દિવસમાં કોરોના વાઈરસથી એક પણ દર્દીનું મોત જાહેર કર્યું નથી. સરકારે બનાવેલા નવા નિયમ મુજબ કોરોના વાઈરસના દર્દીના મૃત્યુ બાદ ઓડિટ કરવામાં આવશે. અને ઓડિટ થયા બાદ જ દર્દીના મોતની જાહેરાત કરવામાં આવશે. જેને કારણે બિન સત્તાવાર રીતે 34 જેટલા મોત થયા હોવા છતાં પાલિકાએ હજી કોરોનાથી મૃત્યુઆંક 31 જ રાખ્યો છે.

વડોદરામાં હવે માત્ર 229 દર્દીઓ સારવાર હેઠળ છે

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનાં આંકડા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 551 ઉપર પહોંચી ગઇ છે. જેમાંથી 291 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે અને સત્તાવાર રીતે 31 લોકોના મોત થયા છે. એટલે કે અત્યારે હવે માત્ર 229 જ એક્ટિવ દર્દીઓ રહ્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments