Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 607 ઉપર પહોંચી, રેડ ઝોનમાં 60...
Array

વડોદરા : કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 607 ઉપર પહોંચી, રેડ ઝોનમાં 60 હજાર લોકો ઘરમાં રહેવા મજબૂર

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 607 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં અત્યારે 60 હજાર લોકો રેડ ઝોનમાં છે. તેઓ ઘરની બહાર નીકળી પણ શકતા નથી. આ ઉપરાંત 67 હજાર લોકો ઓરેન્જ ઝોનમાં છે. વડોદરા શહેરના પાણીગેટમાં કોરોનાએ તેનો કેર યથાવત રાખ્યો છે. મંગળવારે એક જ દિવસમાં અહીં 13 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં પાણીગેટ વિસ્તારની પ્રેમલ પાર્ક સોસાયટીમાં એક સાથે છ લોકો કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા છે. આ સાથે આ સોસાયટીમાં કોરોનાના ચેપમાં સપડાયેલા લોકોની સંખ્યા 7 પર પહોંચી છે.

પરિવારજનો અને પાડોશીઓ સહિત વધુ 6 તેની ચપેટમાં આવી ગયા 

સોમવારે 78 વર્ષના એક વૃદ્ધને આ સોસાયટીમાં કોરોના થયો હોવાનું જાહેર થયા બાદ લેવાયેલા નમૂનાઓમાં મંગળવારે તેમના પરિવારજનો અને પાડોશીઓ સહિત વધુ 6 તેની ચપેટમાં આવી ગયા છે. ગોરવાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં કાર્યરત અને કોરોના પોઝિટિવ જાહેર કરાયેલા તબીબ ડો. અતુલ જાનીના પત્ની મોનિકાબેન જાની’નો પણ મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ અગાઉથી જ ક્વોરન્ટાઇન થયેલા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments