સુરત : કોરોના સુપર સ્પ્રેડરોની સંખ્યા 62 થઈ, પેટ્રોલ પંપ કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા

0
7

પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સામાન્ય ધંધાર્થીઓના ટેસ્ટિંગ અભિયાન ચાલી રહ્યાં છે. કેશિયર-એકાઉન્ટન્ટો, કુરિયર-ફુડ ડિલિવરી સંસ્થા, ઓટોગેરેજ, રિક્ષા ચાલકો, પાનના ગલ્લા ચા-વાળા સહિતના પ્રોફેશનલોને આવરી લેવાયા છે. અત્યાર સુધીમાં 62 સુપર સ્પ્રેડરો પોઝિટિવ આવ્યા છે. જેમને આઇસોલેશન હેઠળ ખસેડાયા છે. જ્યારે આજે પેટ્રોલ પંપ કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

સુરત પરત આવતા શ્રમિકો પોઝિટિવ આવતા ચિંતા વધી

ગત રોજ મેડિકલ સ્ટોર અને મેડિકલ રિપ્રેઝન્ટેટીવના ટેસ્ટિગમાં કુલ 708 ટેસ્ટ કરવામાં આવ્યાં તેમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી સુપર સ્પ્રેડરોની સંખ્યા 62 થઈ છે. આજે પેટ્રોલ પંપ કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે તમામ ચેકપોસ્ટ પર 978 મુસાફરોના ટેસ્ટ કરાતાં 37 પોઝિટિવ આવ્યા છે. પરત આવતા શ્રમિકોમાં પોઝિટિવ આવતાં હોય પાલિકાની ચિંતા વધી ગઈ છે.

મુસાફરોનું રેપિડ ટેસ્ટ કરાતાં 37 પોઝિટિવ

પરપ્રાંતિયો હાલની પરિસ્થિતિમાં તમામ ક્ષેત્રે છૂટછાટ મળતા રોજગાર અર્થે પરત ફરતા હોય અને તેઓ કોરોના વાયરસના શંકાસ્પદ વાહકો હોઈ શકે છે. તેથી શહેરના વિવિધ વિસ્તારના ચેકપોસ્ટ પરથી શહેરમાં પ્રવેશતા 978 મુસાફરોનું રેપિડ ટેસ્ટ કરાતાં 37 પોઝિટિવ આવ્યા છે. તેથી તમામ સોસાયટી ના પ્રમુખો ને સોસાયટી માં બહારગામથી આવતાં લોકોની જાણ પાલિકાને બિનચૂક કરવી જેથી શહેરમાં સંક્રમણને ફેલાતો અટકાવવા શકાય. તેવી અપીલ કરાઇ છે.

છેલ્લા 10 દિવસમાં સુપર સ્પ્રેડરની સંખ્યા 62 થઈ

ગત 10મીથી હાથ ધરાયેલા ટેસ્ટિંગ અભિયાનમાં 8 રિક્ષા ચાલકો બાદ 10 કેશીયરો-એકાઉન્ટન્ટો, કુરિયર-ફૂડ ડિલીવરી સંસ્થાઓમાં 9 પોઝિટિવ આવ્યા છે. સલુનોમાં કરાયેલા કુલ 650 ટેસ્ટમાં માત્ર એક પોઝિટિવ નોંધાયો છે. ઓટો ગેરેજવાળાના 860 ટેસ્ટમાં 8 પોઝિટિવ આવ્યા હતા. પાન ગલ્લા-ચા વાળાના 855 ટેસ્ટિંગ કરાતા 7 પોઝિટિવ નોંધાયા છે. ગત રોજ મેડિકલ સ્ટોર અને મેડિકલ રિપ્રેઝન્ટેટીવના ટેસ્ટિંગમાં કુલ 708 ટેસ્ટ કરવામાં આવ્યાં તેમાં માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી સુપર સ્પ્રેડરોની સંખ્યા 62 થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here