કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો 20 લાખને પાર, ગુમ છે મોદી સરકાર: રાહુલ ગાંધી

0
0

નવી દિલ્હી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્તા જણાવ્યું છે કે, 20 લાખનો આંકડો પાર થઈ ગયો છે, મોદી સરકાર ગુમ છે.

તેમણે તેમના ટ્વીટની સાથે અન્ય એક ટ્વીટને શેર કર્યું છે જેમાં તેમણે કોરોનાનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 લાખ થઈ હોવા મામલે ટ્વીટ કર્યું હતું. ગુરુવારે દેશભરમાંથી કોરોના વાયરસના 62,088 નવા કેસ નોંધાયા હતા.આ સાથે જ ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,22,730 થઈ ગઈ છે.

નિષ્ણાંતો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી બે અઠવાડિયામાં દેશમાં કોરોનાના વધુ 10 લાખ કેસ સામે આવી શકે છે. એટલે કે આગામી બે સપ્તાહમાં ભારતમાં કોરોના વાયરસના કેસ 30 લાખને પાર પહોંચી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here