Sunday, July 14, 2024
HomeદેશવિદેશINTERNATIONAL: ડોન્કી' રૂટથી અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં વધી ......

INTERNATIONAL: ડોન્કી’ રૂટથી અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં વધી ……

- Advertisement -

ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા ભારતીયોનો આંકડો 2023માં 96,917ના રેકોર્ડ સ્તરેહરિયાણાના ઢાઠરથ અને અહાર જેવા ગામો ‘મિની અમેરિકા’ તરીકે ઓળખાય છે.વિદેશોમાં સારા પગારમાં નિમ્ન સ્તરનું કામ કરવાનો છોછ નથી

ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ભારતના ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સારી નોકરી અને સારી લાઇફસ્ટાઇલની શોધમાં ગેરકાયદે રીતે અમેરિકા, કેનેડા કે બ્રિટન જતા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડા અનુસાર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા કે હાંકી કઢાયેલા ભારતીયોની સંખ્યા 2021માં 30,662 હતી, જે આંકડો ગત વર્ષે વધીને રેકોર્ડ 96,917 થયો હતો. જોકે બોર્ડર ક્રોસ કરવામાં સફળ રહેલા લોકોનો આંકડો તો ઉપલબ્ધ જ નથી. હરિયાણાના ઢાઠરથ અને અહાર જેવા નાનકડા ગામના ઘરોમાં પણ સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના તથા અમેરિકન ફિલ્મ સ્ટાર્સના પોસ્ટર્સ જોવા મળે છે. આ ગામો હવે ‘મિની અમેરિકા’ તરીકે ઓળખાવા લાગ્યા છે. થોમસન રોઇટર્સ ફાઉન્ડેશને હરિયાણાના 7 ગામમાં 32 લોકોનો ઇન્ટરવ્યૂ લીધો, જેમાંથી મોટાભાગનાએ કહ્યું કે ભારતમાં બેરોજગારીને કારણે તેમજ સ્કિલ્ડ, વેલ-પેઇડ જોબ્સના અભાવે સેંકડોની સંખ્યામાં યંગસ્ટર્સ ‘ડોન્કી’ રૂટથી વિદેશ જઈ રહ્યા છે.

ભારતમાં બેરોજગારી દર 2018થી સતત ઘટી રહ્યો છે પરંતુ ગ્રામીણ બેરોજગારી હજુય એક મોટી સમસ્યા છે. નવી દિલ્હી બેઝડ સેન્ટર ફોર પોલિસી રિસર્ચના ફેલો રાહુલ વર્માએ જણાવ્યું કે લોકો વિદેશમાં જ્યાં મળે ત્યાં સારી નોકરી શોધી રહ્યા છે. સારા પગારમાં કોઈ નિમ્ન સ્તરનું કામ કરવાની નોકરીનો પણ તેમને છોછ નથી. ‘ડોન્કી’ રૂટ પંજાબમાં તો છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી એક ઓપન સિક્રેટ છે. તે પંજાબી શબ્દ ‘ડંકી’ પરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું રહેવું થાય છે. ‘ડંકી’ નામથી તાજેતરમાં શાહરુખ ખાન સ્ટારર બૉલિવૂડ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. ‘ડોન્કી’ રૂટ ગત ડિસેમ્બરમાં ઇન્ટરનેશનલ હેડલાઇન્સમાં ચમક્યો હતો કે જ્યારે ફ્રાન્સે 303 ભારતીય પેસેન્જર્સ સાથેની દુબઇથી નિકારાગુઆની એક ચાર્ટર ફ્લાઇટને માનવ તસ્કરીની આશંકાએ અટકાવી હતી અને મોટાભાગના પેસેન્જર્સને ભારત પરત મોકલ્યા હતા.

ડોન્કી’ રૂટમાં મોટેભાગે દિલ્હી અને મુંબઇથી લોકોને ટૂરિસ્ટ વિઝા પર યુએઇ લઈ જવાય છે. ત્યાર બાદ તેમને વેનેઝુએલા, નિકારાગુઆ અને ગ્વાટેમાલા સહિત લેટિન અમેરિકાના લગભગ એક ડઝન ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર થઈને અમેરિકા-મેક્સિકો સરહદે લઈ જવાય છે. તેઓ બોર્ડર ક્રોસ કરતા પકડાય તો શું કહેવાનું એ પણ તેમને શીખવવામાં આવે છે.
કેરળની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટના ચેરમેન એસ. ઇરુદય રાજને કહ્યું કે ‘ડોન્કી’ રૂટથી અમેરિકા ગયેલા અને ત્યાં ધીકતી કમાણી કરવામાં સફળ રહેલા મુઠ્ઠીભર લોકોની સક્સેસ સ્ટોરીઓથી તેમના વતનમાં બીજા ઘણા લોકો ગેરમાર્ગે દોરાય છે. હકીકત એ છે કે ‘ડોન્કી’ રૂટથી અમેરિકા પહોંચવામાં સફળ રહેલા લોકોના ગણ્યાગાંઠયા કિસ્સાની સામે નિષ્ફળ રહેલા લોકોના ઢગલાબંધ કિસ્સા આપણી નજર સામે છે.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પકડાયેલા અથવા પ્રવેશ નકારાયો હોય તેવા ઇમિગ્રન્ટ્સની એકંદર સંખ્યામાં વધઘટ ચાલુ રહે છે, કેમ કે માનવ તસ્કરો અને તેમના એજન્ટો સ્થળાંતરકારોની સલામતીની સંપૂર્ણ અવગણના કરીને જૂઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે. ‘ડોન્કી’ રૂટ ‘નંબર ટુ’ રૂટ તરીકે પણ ઓળખાય છે. કાયદેસર રૂટ ‘નંબર વન’ રૂટ કહેવાય છે પરંતુ વિઝા રિજેક્શન અને બેકલોગના કારણે તે રૂટ લગભગ અશક્ય ગણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular