કોરોના ઈન્ડિયા : સંક્રમિત દર્દીઓનો આંકડો દોઢ લાખને પારઃ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- છેલ્લા 24 કલાકમાં 6387 નવા કેસ સામે આવ્યા,

0
6

નવી દિલ્હી. દેશભરમાં 1,51,973 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4,346 લોકોના મોત થયા છે. સાથે જ 64,277 લોકો સારવાર બાદ સાજા થયા છે. બીજી તરફ દેશભરમાં મહારાષ્ટ્ર 54,758 સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં 1,792 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ 17,728 સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં 128 લોકોના મોત થયા છે. ગુજરાત 14,829 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.

અપડેટ્સ 

  •  જમ્મુમાં મંગળવારે 10 ટ્રેન યાત્રિસ અને આજે ત્રણ વિમાન યાત્રિઓ કોરોના સંક્રમિત મળ્યા
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 6,387 નવા કેસ સામે આવ્યા છે અને 170 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી 4,337 લોકોના મોત થયા છે.
  • સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ દુનિયાના અલગ અલગ દેશમાંથી 25 મે સુધી 30 હજાર ભારતીયોને લવાયા છે. જેના માટે 158 ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી. આ ઉપરાંત 10 હજાર લોકો દેશની બહાર ગયા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, 7024- અહીંયા મંગળવારે 165 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ઈન્દોરમાં 39, ભોપાલમાં 32, બુરહાનપુરમાં 15, દેવાસમાં 19, ગ્વાલિયરમાં 10, સાગરમાં 11, સતના અને નરસિંહપુરમાં 3-3, ભિંડ અને મુરૈનામાં 2-2 સંક્રમિત મળ્યા હતા. ચિરાયુ હોસ્પિટલથી 16 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા. રાજ્યમાં 305 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્ર, 54758- રાજ્યમાં મંગળવારે 2091 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 97 દર્દીઓના મોત થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય સચિવે મંગળવારે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના 35 હજાર 178 એક્ટિવ દર્દી છે. સંક્રમણના 80 ટકા કેસમાં દર્દીઓમાં લક્ષણ જોવા મળતા નથી. સાથે જ પહેલા દિવસની સરખામણીમાં હવે 14 દિવસમાં દર્દી બમણા થઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશઃ6724- અહીંયા મંગળવારે 227 દર્દી મળ્યા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા. અમેઠીમાં સૌથી વધારે 34 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત આઝમગઢમાં 15, અયોધ્યામાં 13, આંબેડકરનગરમાં 10, આગરામાં 07, અલીગઢમાં બે દર્દી મળ્યા હતા.

રાજસ્થાનઃ7536- અહીંયા મંગળવારે સંક્રમણના 236 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 32, સિરોહીમાં 27, સીકરમાં 25, ઉદેયપુરમાં 25, ઝાલાવાડમાં 12, રાજસંમદમાં 11, ઝૂંઝૂનૂ અને બીકાનેરમાં 5-5, કોટામાં 10, પાલીમાં 23, ધૌલપુરમાં 02, જ્યારે ભરતપુરમાં 1 દર્દી મળ્યો હતો.

બિહારઃ2968 અહીંયા મંગળવારે સંક્રમણના 231 કેસ સામે આવ્યા હતા. જેમાઁથી રોહતાસમાં 35, મધુબનીમાં 31, દરભંગામાં 12, પૂર્વ ચંપારણમાં 10, ગયામાં 05, ગોપાલગંજમાં 04, ખગડિયામાં 23, કિશનગંજમાં 17 દર્દી મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here