મહારાષ્ટ્રમાં લોકડાઉન 31મી મે સુધી લંબાવાયુ, સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર

0
10

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90,813 થઈ ગઈ છે. દરમિયાન કોરોના વાઈરસથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રએ 31મે સુધી લોકડાઉનને લંબાવવાની જાહેરાત કરી છે.મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર થયો છે.  રવિવારે ઓરિસ્સામાં 91, રાજસ્થાનમાં 70 અને આસામમાં 3 3 કેસ સામે આવ્યા છે. દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ 31 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. તેના 74 દિવસ બાદ 13 એપ્રિલના રોજ 10,454 થયો છે. જોકે છેલ્લા 10 હજાર સંક્રમણના કેસ 3 દિવસમાં વધ્યા છે. 13 મેના રોજ 78,056 દર્દી હતા.  ત્રણ દિવસ બાદ 16 મેના રોજ આ આંકડા 90 હજારને પાર થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here