વડોદરા : નવા 122 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 7940 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને 150 ડિસ્ચાર્જ થયા

0
0

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, નવા 122 કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7940 ઉપર પહોંચ્યો છે. આ સાથે વધુ એકનું મોત થતા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 139 થયો છે. વડોદરામાં આજે 150 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6204 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1596 એક્ટિવ કેસ પૈકી 154 દર્દી ઓક્સિજન ઉપર અને 52 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1390 દર્દીની હાલત સ્થિર છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1992 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 7940 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1337, પશ્ચિમ ઝોનમાં 1243, ઉત્તર ઝોનમાં 1992, દક્ષિણ ઝોનમાં 1561, વડોદરા ગ્રામ્યમાં 1771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસો નોંધાયા

શહેરઃ સવાદ, રામદેવનગર, વારસીયા, સુદામાપુરી, પાણીગટે, નવાયાર્ડ, નવી ધરતી, સમા, કારેલીબાગ, માંજલપુર, ગાજરાવાડી, દંતેશ્વર, કપુરાઇ, વડસર, સુભાનપુરા, અકોટા, જતેલપુર, ગોકુલનગર
ગ્રામ્યઃ ડભોઇ, શિનોર, વાધોડીયા, કરજણ, પાદરા, ઉડેરા, ખટંબા, ભાયલી, બીલ, ડેસર

વડોદરામાં હાલ 4110 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4110 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4117 લોકો હોમ ક્વોરન્ટીન, 6 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 1 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here