કોરોના વર્લ્ડ : બ્રાઝીલમાં દર્દીની સંખ્યા 3.50 લાખની નજીક, અમેરિકા પછી અહીં સૌથી વધારે કેસ

0
7

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 54 લાખથી વધારે કેસ નોંધયા છે. 3.44 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 22.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

 

 

બ્રાઝીલ સંક્રમણમાં બીજા નંબરે

બ્રાઝીલ સંક્રમણની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. અહીં 3.49 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 22 હજાર 165 લોકોના મોત થયા છે.

અમેરિકામાં એક દિવસમાં 1127 લોકોના મોત, મૃત્યુઆંક 99 હજાર નજીક

અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખ 66 હજાર 828 કેસ નોંધાયા છે, જેમાં 98 હજાર 683 લોકોના મોત થયા છે. 4.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં એક દિવસમાં 1127 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં કુલ કેસ 3 લાખ 69 હજાર 656 નોંધાયા છે અને અહીં 29 હજાર 112 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક રાજ્યમાં એક દિવસમાં 84 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં માર્ચ મહિના પછી પ્રથમવાર એક દિવસમાં મરનારની સંખ્યા 100થી ઓછી છે.

સંક્રમણની દ્રષ્ટિએ કેનેડા ચીનથી આગળ થઈ ગયું, ચીન 14માં નબરે જતું રહ્યું

સંક્રમણની બાબતમાં કેનેડા ચીનથી આગળ થઈ ગયું છે. કેનેડામાં 83 હજાર 621 કેસ નોંધાયા છે, જ્યાર ચીનમાં 82 હજાર 974 કેસ નોંધાયા છે. ભારત સંક્રમણમાં 11માં નંબરે, પાકિસતાન 19માં નંબરે અને 32 હજાર કેસ સાથે બાંગ્લાદેશ 25માં નંબરે આવી ગયું છે.

ઈટાલીમાં 32 હજાર 735 લોકોના જીવ ગયા

ઈટાલીમાં 24 કલાકમાં 119 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક 32 હજાર 735 થયો છે. પોઝિટિવ કેસનો આંકડો 2.29 લાખે પહોંચ્યો છે. દેશમાં 1.39 લાખને સારવાર પછી રજા અપાઈ છે.

સ્પેનમાં મૃત્યુઆંકમાં ઘટાડો

સ્પેનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં નવા મોત અને કેસમાં ઘટાડો થયો છે. અહીં 24 કલાકમાં 48 લોકોના મોત થયા છે અને 466 કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.82 લાખ સંક્રમિત છે, જ્યારે 28 હજાર 678 લોકોના મોત થયા છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 16,66,828 98,683
બ્રાઝીલ 349,113 22,165
રશિયા 335,882 3,388
સ્પેન 282,370 28,678
બ્રિટન 257,154 36,675
ઈટાલી 229,327 32,735
ફ્રાન્સ 182,469 28,332
જર્મની 179,986 8,366
તુર્કી 155,686 4,308
ઈરાન 133,521 7,359
ભારત 131,423 3,868
પેરુ 115,754 3,373
કેનાડા 83,621 6,355
ચીન 82,974 4,634
સાઉદી અરબ 70,161 379
મેક્સિકો 65,856 7,179
ચીલી 65,393 673
બેલ્જિયમ 56,810 9,237
પાકિસ્તાન 52,437 1,101
નેધરલેન્ડ 45,064 5,811
કતાર 42,213 21
બેલારુસ 35,244 194
સ્વિડન 33,188 3,992
બાંગ્લાદેશ 32,078 452