Thursday, October 28, 2021
Homeસતત 34માં દિવસે સારવાર કરાવી રહેલા દર્દીમાં વધારો નહીં, આશરે 2 લાખનો...
Array

સતત 34માં દિવસે સારવાર કરાવી રહેલા દર્દીમાં વધારો નહીં, આશરે 2 લાખનો ઘટાડો થયો

આજે વર્ષનો છેલ્લો દિવસ છે. 2020ને આશા સાથે ગુડબાય કરવાનું છે કે ઝડપથી સદીની સૌથી મોટી મહામારીથી પણ મુક્તિ મળશે. આંકડા પણ આ આશામાં વધારો કરી રહ્યાં છે સૌથી મહત્વનું છે કે એક્ટિવ કેસ, એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાં 27 નવેમ્બરથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ 34 દિવસમાં 1.98 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. હવે તે 2.55 લાખ થઈ ગયા છે, એટલે કે દરરોજ સરેરાશ 5 હજાર 825 કેસ ઘટ્યાં. 17 સપ્ટેમ્બરે આ 10.17 લાખની પીક પર હતા.

દિલ્હીમાં નવા વર્ષ અંગે કોરોના ગાઈડલાઈન્સ તૂટવાની આશંકાને ધ્યાનમાં રાખતાં બે દિવસનો નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. આ દરમિયાન સાર્વજનિક સ્થળો પર પાંચથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે. નવા વર્ષની કોઈ ઉજવણી નહીં કરવામાં આવે. આ પ્રતિબંધ આજે રાતે 11 વાગ્યાથી 1લી જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી અને 1લી જાન્યુઆરીની રાતે 11 વાગ્યાથી 2 જાન્યુઆરીની સવાર 6 વાગ્યા સુધી લાગુ રહેશે. તો આ તરફ નવા વર્ષની ઉજવણી કરવા માટે 45 લાખ લોકો પહોંચી ચૂક્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 21 હજાર 944 કેસ નોંધાયા અને 26 હજાર 406 દર્દી સાજા થઈ ગયા. 299 સંક્રમિતોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 4776નો ઘટાડો થયો. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 98.59 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.48 લાખ લોકો આ મહામારીને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા covid19india.org માંથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ…

AIIMS દિલ્હીના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની સ્થિતિ પર બુધવારે પ્રેસ-કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું હતું કે શક્ય છે કે બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરની શરૂઆતમાં જ આવી ગયો હોય. તેમણે કહ્યું હતું કે આ ઝડપથી ફેલાય છે, તેમ છતાં પણ ભારતમાં છેલ્લા ઘણા સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો થયો નથી. જોકે તેમણે તેમ છતાં પણ વધુ સતર્કતા રાખવા માટે કહ્યું છે.

પંજાબ સરકારે રાજ્યમાં 1લી જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે. સૌથી મોટી રાહત હોટલ, રેસ્ટોરાંને આપવામાં આવી છે. હવે ઈનડોરમાં 200 અને આઉટડોરમાં 500 લોકો ભેગા થઈ શકે છે. જોકે 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ પહેલાં જેવા જ રહેશે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ન્યૂ યર સેલિબ્રેશન માટે 40-45 લાખ પ્રવાસી આવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે અમે કોરોનાના તમામ પ્રોટોકોલ લાગુ કરી રહ્યા છીએ, જેથી લોકો એના મહત્ત્વ અંગે જાગ્રત થઈ શકે.

ઓડિશા સરકારે કોરોના ગાઈડલાઈડન્સ જાહેર કરી છે, જે 1થી 31 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આ દરમિયાન સિનેમા હોલ અને થિયેટર 50% કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી રહેશે. સામાજિક, ધાર્મિક, મનોરંજન, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુમાં વધુ 200 લોકો ભેગા થઈ શકશે.

કર્ણાટકના બેંગલુરુમાં નવા વર્ષના કારણે 31 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી 1લી જાન્યુારીની સવાર 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments