ભારતના હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા એક અબજને વટાવશે

0
21

સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે ભારતના વિમાનમાર્ગે પ્રવાસ કરતા પ્રવાસીઆેની વાર્ષિક સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યાે છે અને આવનાર વર્ષોમાં એ એક અબજની સપાટી વટાવશે. એમણે લોકસભાને ગુરુવારે વધુમાં જણાવ્યું હતું કે લખનઊ અને અમદાવાદ સહિત સરકારે દેશના છ હવાઇમથકના ખાનગીકરણનો નિર્ણય લીધો છે.

છમાંથી ત્રણ હવાઇમથક અદાણી જૂથને આપવામાં આવ્યાં છે, અન્ય બે વિશે પણ નિર્ણય લેવાઇ ગયો છે. અદાણીએ ત્રણે હવાઇમથક બીડ કરીને મેળવ્યા હતા. સરકારે 2018માં અમદાવાદ, જયપુર, લખનઊ, ગુવાહાટી, મેંગલુરુ અને થિરુવનથપુરમના ખાનગીકરણનો નિર્ણય લીધો હતો.
હાલ વાર્ષિક દરે હવાઇ યાત્રા કરનાર યાત્રીઆેની સંખ્યા 345 મિલિયન જેટલી છે અને જે દરે વિકાસ થઇ રહ્યાે છે, એ પરથી ટૂંક સમયમાં એક અબજનો આંકડો પસાર કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here