સુરત : પોઝિટિવ કેસનો આંકનો આંક 21 હજારને પાર કરી 21,215 થયો, મૃત્યુઆંક 821 અને કુલ 17,555 રિકવર

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 21 હજારને પાર કરી 21,215 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 821 થયો છે. ગત રોજ શહેરમાં 168 અને જિલ્લામાં 76 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવરથનાર દર્દીઓની સંખ્યા 17,555 પર પહોંચી ગઈ છે.

જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 200ને પાર, 202 પૈકી કામરેજમાં 75

જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 200ને પાર કરી 202 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં જ અત્યાર સુધીમાં 75 કોરોના દર્દીઓના મોત નીપજ્યા છે. પોઝિટિવ કેસની સંખ્યામાં પણ જિલ્લાના 4576 પૈકી સૌથી વધુ 934 કેસ કામરેજમાં નોંધાયા છે. જ્યારે બીજા નંબર પર ચોર્યાસી તાલુકામાં અત્યાર સુધીમાં 822 કેસ નોંધાયા છે. જ્યારે ત્રીજા નંબર પર 698 કેસ સાથે બારડોલી અને ચોથા નંબર પર 689 કેસ સાથે પલસાણા છે.

સિવિલ અને સ્મીમેરમાં 10 દર્દી વેન્ટિલેટર પર

નવી સિવિલમાં સારવાર લઈ રહેલા 144 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 83 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 61 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 55 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 46 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 34 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here