સુરત : પોઝિટિવ કેસનો આંક 24 હજારને પાર કરી 24,111 પર પહોંચ્યો, મૃત્યુઆંક 866 અને કુલ રિકવર 20,766 થયા

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 24 હજારને પાર કરી 24,111 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 866 થયો છે. ગત રોજ શહેરમાંથી 160 અને જિલ્લામાંથી 90 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 20,766 પર પહોંચી ગઈ છે.

સુરત સિટીમાં કુલ 18,452 અને જિલ્લામાં 5659 કેસ
સુરત સિટીમાં કુલ 18,452 પોઝિટિવ કેસમાં 646ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5659 પૈકી 220ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 24,111 કેસમાં 866ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 16,254 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 4512 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 12 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 139 દર્દી પૈકી 105 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 22 બાઈપેપ અને 59 ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 65 પૈકી 59ની હાલત ગંભીર છે. 4 વેન્ટિલેટર, 22 બાઈપેપ અને 33 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here