સુરત : પોઝિટિવ કેસનો આંક 35 હજારને પાર કરી 35094 થયો, મૃત્યુઆંક 992 અને કુલ રિકવર 32 હજારને પાર કરી 32198 થયા

0
0

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 35 હજારને પાર કરી 35094 પર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 992 થયો છે. ગત રોજ શહેરના 179 અને જિલ્લાના 74 લોકો મળી 253 લોકોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોનામાંથી સાજા થઈ ગયેલા લોકોની સંખ્યા 32 હજારને પાર કરી 32198 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ 1904 એક્ટિવ કેસ છે.

સિટીમાં કુલ 25480 અને જિલ્લામાં 9614 કેસ

સુરત સિટીમાં કુલ 25480 પોઝિટિવ કેસમાં 718ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9614 કેસ પૈકી 274ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 35094 કેસમાં 992ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 25519 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8679 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 6 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 93 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 65 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 43 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 28 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 8 બાઈપેપ અને 10 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here