સુરત : પોઝિટિવ કેસનો આંક 36 હજારને પાર કરી 36011, મૃત્યુઆંક 999 અને કુલ 32977 રિકવર થયા.

0
10

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 36 હજારનો પાર કરી 36011 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 999 પર પહોંચ્યો છે. ગત રોજ સુરત શહેરમાં વધુ 193 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 24248 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં 65ને રજા અપાતા કુલ 8987 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 32977 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

કાપડ માર્કેટ સાથે જોડાયેલા 11 સહિત અનેક પોઝિટિવ

શહેર જિલ્લામાં કાપડ માર્કેટ સાથે જોડાયેલા 11 અને હીરા માર્કેટ સાથે જોડાયેલા 4 લોકો સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાંધકામના ધંધા સાથે સંકળાયેલા, ટેલરિંગ કામ કરનાર, વાયરમેન, ટ્રેડિંગ બિઝનેસ કરનાર, એડવોકેટ, સ્મીમેર હોસ્પિટલનો વોર્ડબોય, સ્મીમેરના ડોક્ટર, યસ બેન્કના કર્મચારી, વિદ્યાર્થીઓ અને જમીન દલાલ સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફક્ત 7 દર્દી વેન્ટિલેટર પર

શહેર જિલ્લામાં કોરોનાની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 53 પોઝિટિવ દર્દીઓ ઈલાજ લઈ રહ્યા છે.જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર, 16 દર્દીઓ બાયપેપ પર અને 11 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં કુલ 19 પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે પૈકી 1 દર્દી વેન્ટિલેટર પર, 2 બાયપેપ પર અને 6 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. મનપા દ્વારા એમઓયુ કરવામાં આવેલી ખાનગી અને પ્રાઇવેટ કોટાની ખાનગી હોસ્પિટલ મળી કુલ 63 દર્દીઓ આઇસીયુમાં સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here