સુરત : પોઝિટિવ કેસનો આંક 37 હજારને પાર કરી 37116, મૃત્યુઆંક 1007 થયો અને કુલ 34462 રિકવર થયા

0
5

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 37 હજારને પાર કરી 37116 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1007 થયો છે. ગત રોજ શહેરમાંથી 168 અને જિલ્લામાંથી 71 દર્દીઓ મળી શહેર જિલ્લામાંથી 239 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 34462 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સિટીમાં 26966 અને જિલ્લામાં કુલ 10150 કેસ

સુરત સિટીમાં કુલ 26966 પોઝિટિવ કેસમાં 730ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10150 કેસ પૈકી 277ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 37116 કેસમાં 1007ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 25146 દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 9316 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા છે.

સિવિલ અને સ્મીમેરમાં 7 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 80 પૈકી 43 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 24 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 28 પૈકી 19 દર્દીની હાલત ગંભીર છે. જેમાં ૨વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 11 દર્દી ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here