Monday, October 18, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 7000ને પાર, મૃત્યુઆંક 270 અને કુલ 4209...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 7000ને પાર, મૃત્યુઆંક 270 અને કુલ 4209 રિકવર થયા

સુરત. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 7001 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 270 થઈ ગયો છે. ગત રોજ વધુ 148 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4209 દર્દીઓ સાજા થયા છે. નવા સામે આવેલા પોઝિટિવ કેસોમાં ધારાસભ્ય, નવી સિવિલના 7 તબીબ સહિત 10 તબીબ, કાપડના વેપારી, જમીન દલાલ, પ્લાસ્ટીકના વેપારી તેમજ નર્સ અને ફાર્મસિસ્ટનો સમાવેશ થયો છે.

સિવિલના વધુ 7 તબીબ સહિત 10 તબીબ સંક્રમિત

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, તેમજ નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટમાં ફરજ બજાવતા અન્ય 6 તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ સંક્રમિત થયા છે. જ્યારે વરાછા વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા અન્ય 2 તબીબ સંક્રમિત થયા છે. આમ શહેરમાં મંગળવારે કુલ 10 તબીબો સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 119 તબીબો સંક્રમિત થયા છે.

ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા અને નગર સેવક નિલેશ કુંભાણી સંક્રમિત

કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા પણ સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે શહેરની મુલાકાતે આવેલા સીએમ અને ડેપ્યુટી સીએમની બેઠકમાં તેઓ હાજર રહ્યા હોવાથી આ બેઠકમાં હાજર રહેલા અન્ય ધારાસભ્યોમાં પણ ચીંતાનું મોજુ ફરી વળ્યું છે. તેવી જ રીતે પુણા વિસ્તારના કોંગ્રેસી નગર સેવક નિલેશ કુંભાણીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments