રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 6323 પર પહોંચી, આજથી સોની બજારમાં 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન

0
0

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં રોજ કેસની સંખ્યા 100ની આસપાસ પહોંચી જાય છે અને મૃત્યુઆંક પણ રોજ 25થી વધારે આવી રહ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 4249 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 2024 કેસ પોઝિટિવ નોંધાયા છે. આમ શહેર અને જિલ્લાનો પોઝિટિવ આંક 6323 પર પહોંચી ગયો છે. રાજકોટમાં ગઈકાલે 89 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં આજથી 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

શહેરમાં વધતાં સંક્રમણને અટકાવવા લોકડાઉનની માંગ

રાજકોટની સોની બજારમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રોજ એક સોની અગ્રણીનું મોત નીપજી રહ્યું છે. રાજકોટ શહેરની સોની બજારમાં 35 સોની વેપારી અને તેના પરિવારજનો મળીને છેલ્લા 50 દિવસમાં કુલ 40 લોકોના મોત નીપજ્યા છે. કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં આજથી 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે ભાઈને ગુમાવનાર ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈએ શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનની માંગ કરી છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 226 કેસ, 8 મોત

જામનગર જિલ્લામાં શુક્રવારે કોરોનાથી સાતના મોત થયા હતા જ્યારે કુલ મળીને 116 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મોરબી જિલ્લાના પ્રાંત અધિકારી સહિત 29 કેસ પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 35, ગીર સોમનાથ જિલ્લામાં 13, અમરેલી જિલ્લામાં 26 કેસ અને પોરબંદર જિલ્લામાં 7 કેસ અને એક દર્દીનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here