રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 2550ને પાર, 1067 દર્દી સારવાર હેઠળ

0
2

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યાની વધતી જાય છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 2550ને પાર થઈ 2564 પર પહોંચી છે. રાજકોટમાં 1067 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 60થી 65 કેસ નોંધાય રહ્યા છે. તેમજ ગ્રામ્યમાં પણ રોજ 35ની આસપાસ કેસ નોંધાય રહ્યા છે.

ભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 2382 પર પહોંચ્યો

ભાવનગર જિલ્લામાં પોઝિટિવ આંક 2382 પર પહોંચ્યો છે. ભાવનગર શહેરમાં કુલ 1472 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 27ના મોત, 1167 દર્દીઓ રોગ મુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા છે અને 278 દર્દી સારવાર હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 910 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 14ના મોત, 679 ડિસ્ચાર્જ કરાયા છે અને 210 દર્દી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here