સુરત : પોઝિટિવ કેસની સંખ્યા વધીને 18220 થઈ, મૃત્યુઆંક વધીને 754 પર પહોંચ્યો છે

0
0

કોરોના સંક્રમણનું જોર થોડુ ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંક વધીને 18220 થયો છે. જેની સામે મૃત્યુઆંક 754 થયો છે. બીજી તરફ થોડા દિવસોથી કોરોના પોઝિટિવના કેસ કરતાં રિક્વરીનો દર સારો જોવા મળી રહ્યો છે. જેથી કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની ડિસ્ચાર્જ થવાની સંખ્યા 14635 થઈ ગઈ છે.

એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ
છેલ્લા કેટલાક દિવસોથી શહેર અને જિલ્લામાં ક્રમશઃ કોરોનાનું જોર ઘટી રહ્યું છે અને એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ રહી છે.શહેર જિલ્લાના કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલો અને કોમ્યુનિટી સેન્ટરોમાં કરવામાં આવેલી બેડની વ્યવસ્થા સામે દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે.કુલ બેડની વ્યવસ્થા સામે 76 ટકા બેડ ખાલી છે.સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓ માટે 2225 બેડની વ્યવસ્થા છે જેની સામે 161 બેડ પર જ દર્દી છે બાકીના 2064 બેડ ખાલી છે.

કોરોનાના કુલ 139 દર્દી ઓક્સિજન પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 167 પૈકી 122 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 24 બાઈપેપ અને 90 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 86 પૈકી 78 દર્દીઓની હાલત ગંભીર છે. 7 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 49 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here