સુરત : પોઝિટિવ કેસનો આંક 18,946, મૃત્યુઆંક 773 અને કુલ 15629 રિકવર થયા

0
3

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 18,946 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 773 પર પહોંચી ગયો છે. ગત રોજ શહેરમાં 183 અને જિલ્લામાં 56 લોકોને સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. જેને પગલે કુલ ડિસ્ચાર્જની સંખ્યા 15,629 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેર જિલ્લા માં નવા પોઝિટિવ દર્દીઓ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધતા એક્ટિવ કેસની સંખ્યા ઘટી ગઈ છે.હાલ શહેર જિલ્લા મળી 2544 લોકો જ કોરોનાથી સંક્રમિત છે.

સુરત સિટીમાં કુલ 14,934 અને જિલ્લામાં 4012 કેસ
સુરત શહેરમાં કુલ 14,934 પોઝિટિવ કેસમાં 593ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કેલ 4012 પૈકી 180ના મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ 18,946 કેસમાં 773ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 12,505 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 3124 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 20 દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 123 પૈકી 90 દર્દીઓની હાલત ગંભીર છે. 10 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 66 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 95 પૈકી 64 દર્દીઓની હાલત ગંભીર છે. 10 વેન્ટિલેટર, 5 બાઈપેપ અને 49 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here