રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 16 હજારને પાર : મોતનો આંક વધ્યો 24 કલાકમાં 9ના મોત

0
5

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજાર 882 પર પહોંચી છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 16 હજારને પાર પહોંચી છે. શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીના મોતની સંખ્યાનો આંક એકાએક વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના મોત થયા છે.

શહેરમાં 708 દર્દી સારવાર હેઠળ

રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 708 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 80 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

અત્યાર સુધીમાં 129 દર્દીનાં મોત કોરોનાને કારણે થયાનું ચોપડે નોંધાયું

શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 16025 થઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 129 દર્દીનાં મોત કોરોનાને કારણે થયાનું નોંધાયું છે. સારવાર ચાલતી હોય તે દરમિયાન થયેલા મોતનો આંકડો તો જાહેર જ કરવામાં તંત્ર ડરી રહ્યું છે. રવિવારે રજાનો દિવસ હોવાથી મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઊભા કરેલા ટેસ્ટિંગ બૂથમાં લોકો ટેસ્ટ કરવા પહોંચી ગયા હતા. દિવસ દરમિયાન શહેરી વિસ્તારમાંથી નવા 96, જ્યારે ગ્રામ્યના 53 નવા કેસ સામે આવ્યા છે.

ટ્રાન્સપોર્ટર્સને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવા કલેક્ટરને રજૂઆત

ટ્રાન્સપોર્ટ પાર્સલ બુકિંગના વ્યવસાયને પડતી મુશ્કેલીઓને લઈને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવા રાજકોટ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, માલવાહક ટ્રકમાં લોડિંગ અને અનલોડિંગ સમયે કોઈપણ જગ્યામાં ભીડ થતી નથી, સામાન્ય લોકો એકબીજાના સંપર્કમાં આવતા નથી. ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ડ્રાઈવર, મજૂર, ઓફિસ કર્મીઓનો કામ કરવાનો સમય રાત્રીનો હોય છે, તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં જ કામ કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here