Friday, August 6, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 1021 પર પહોંચ્યો, સિવિલમાં કોરોના દર્દી માટે...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 1021 પર પહોંચ્યો, સિવિલમાં કોરોના દર્દી માટે કલરફુલ ડ્રેસ તૈયાર

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1021 પર પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 45 પર પહોંચી ગયો છે. જ્યારે ગતરોજ શહેરમાંથી 6 મહિનાની બાળકી સહિત 57 અને જિલ્લામાંથી 8 દર્દીઓ મળી કુલ 65 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 631 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ માટે કલરફુલ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે.

6 મહિનાની બાળકી સહિત કોરોનાને માત આપી 65 સાજા થયા

શહેર જિલ્લામાં ગુરૂવારે 6 મહિનાની બાળકી સહિત 65 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને કાપોદ્રા એસએમસી આવાસ ખાતે રહેતા રાઠોડ પરિવારની 6 મહિનાની પુત્રી આરોહી સુનિલભાઈ રાઠોડનો પણ સમાવેશ થયો હતો. ગુરુવારે સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી શહેરના 57 દર્દીઓ તેમજ જિલ્લાના 8 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા હતા. જેથી તમામને રજા આપી દેવામાં આવી હતી.

એસઆરપી જવાન, શાકભાજી વિક્રેતાનો રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં ગુરુવારે વધુ 14 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં ગુરુવારે એક પણ કેસ નોંધાયો ન હતો. આ સાથે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ ગઈ છે. ગુરુવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં વધુ એક એસઆરપી જવાન, શાકભાજી વિક્રેતા, આરટીઓ એજન્ટ, એકાઉન્ટન્ટ અને ટેલરનો સમાવેશ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments