વડોદરા : પોઝિટિવ કેસનો આંક 1023 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 42 અને 591 દર્દી સાજા થયા

0
8

વડોદરા. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1023 પર પહોંચી ગયો છે. આ સાથે મૃત્યુઆંક 42 થયો છે. જ્યારે શનિવારે બીજા 13 દર્દીઓને રજા અપવામાં આવી છે. જેથી સાજા થયેલા દર્દીઓનો આંક 591 પર પહોંચ્યો હતો.

M.S. યુનિવર્સિટીના ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

M.S.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એકેડેમિક સેક્શનમાં ફરજ બજાવતા ક્લાર્કને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એકેડેમિક સેક્શન તથા એકઝામ સેકસન ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિભાગમાં કામ કરતા 15 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રણ દિવસ માટે હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ભરૂચમાં SRP કેમ્પના બે જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ભરૂચ જિલ્લામાં કોરોના વાઆરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. વાલિયા રૂપનગર SRP કેમ્પના બે જવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત ફરતા સેમ્પલ લેવાયા હતા. બંન્નેને સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરાઇ છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી છે. હવે જિલ્લામાં કુલ 3 એક્ટિવ કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here